Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ગુજરાતની અવિરત વિકાસયાત્રાને વધુ ને વધુ વેગવાન બનાવવી એ જ અમારી પ્રાથમિક્તારાજ્ય સરકારના વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રને આખરી ઓપ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર દિવસ દરમિયાન રાજ્ય સરકારના બધા ૨૬ વિભાગો સાથે અવિરત બેઠકો યોજીને કરાયો વિચાર-વિમર્શ : સવારે ૧૧-૦૦ કલાકથી મોડી રાત સુધી વિચાર મંથન બાદ અપાયો આખરી ઓપ : સતત નવમી વાર ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારી સાથે સાથે માળખાગત સવલતો પૂરી પાડવી એ જ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. અમારી સરકારના દષ્ટિવંત આયોજન અને અસરકારક અમલિકરણના પરિણામે રાજ્યના નાગરિકોની અપેક્ષાઓ પણ વધે તે સ્વાભાવિક છે. એ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે સમયબદ્ધ આયોજન કરીને રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુને વધુ વેગવાન બનાવી છે જેના પરિણામે ગુજરાત દેશભરમાં આજે અગ્રેસર છે.  

 રાજ્યના સુગ્રથિત સર્વાંગી વિકાસ માટે અંદાજપત્રની ભૂમિકા મહત્વની છે ત્યારે વર્ષ ૨૦૨૧-૨૨નું આગામી અંદાજપત્રને સંપૂર્ણ તૈયારી કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યના નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી ચાલુ વર્ષે  વર્ષ ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર આગામી વિધાનસભાના સત્રમાં રજૂ કરશે. 

 અંદાજપત્રના આયોજન માટે વિભાગવાર  જે ચર્ચાઓ થઇ જેમાં  મુખ્યત્વે કૃષિ સહકાર અને પશુપાલન, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, આદિજાતિ કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, ઉર્જા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગૃહ વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ સહિતના તમામ વિભાગોના અંદાજપત્રના આયોજન માટે વિભાગવાર ૧ થી ૨ કલાક સુધી વિગતવાર ચર્ચાઓ થઇ હતી. આમ બધા વિભાગ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ અંદાજપત્રને આખરી કરાયુ છે. 

 અંદાજપત્રની તૈયારીઓ માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજ્યના તમામ વિભાગો સાથે બેઠકોનો દોર શરૂ કરાયો હતો.. જેમાં સવારના ૧૧.૦૦ થી મોડી રાત સુધી નવી યોજનાઓ તથા આગામી વર્ષના આયોજન માટે વિસ્તૃત ચર્ચા વિચારણા, કરવામાં આવી હતી અને અંદાજપત્રને આખરી ઓપ અપાયો છે. આ ચર્ચા દરમિયાન સબંધિત વિભાગના મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ, વિભાગો હેઠળના વડાઓ, વિભાગો હસ્તકના નિગમોના ચેરમેન/મેનેજીંગ ડીરેક્ટર સહિત ઉચ્ચ સનદી અધિકારીઓએ સહભાગી બનીને વિસ્તૃત માહિતી પૂરી પાડીને પોતાના વિભાગના બજેટ ને તૈયાર કરવામાં ભૂમિકા પૂરી પાડી છે જેના અનુસંધાને માન.નાયબ મુખ્યમંત્રીશ્રીએ ચર્ચામાં વિભાગોના સ્થાયી ખર્ચ, ચાલુ બાબતો, નવી બાબતોની સઘન વિચારણા કરી અંદાજપત્રને આખરી ઓપ આપેલ છે. રાજ્યની નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને અંદાજપત્ર આખરી કરવાની પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. હવે આ બાબતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કરી અંદાજપત્રને આખરી કરવામાં આવશે.  

 અત્રે ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રીએ વર્ષ ૨૦૦૨-૦૩માં ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨, વર્ષ ૨૦૧૩-૧૪માં ૨૦મી ફેબ્રુઆરી-૨૦૧૩, વર્ષ ૨૦૧૪-૧૫ (લેખાનુદાન) ૨૧મી ફેબ્રુઆરી-૨૦૧૪, વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૧મી ફેબ્રુઆરી-૨૦૧૭, વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૦ ફેબ્રુઆરી-૨૦૧૮, વર્ષ ૨૦૧૯-૨૦માં(લેખાનુદાન)૧૯મી ફેબ્રુઆરી ૨૦૧૯, વર્ષ ૨૦૧૯-૨૦માં (ફેરફાર કરેલ) ૨જી જુલાઇ-૨૦૧૯, વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૬મી ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ રાજ્યનું અંદાજપત્ર વિધાનસભા ખાતે રજૂ કર્યુ હતુ અને આ વર્ષ ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર ૩જી માર્ચ ૨૦૨૧ના રોજ રજૂ કરવામાં આવનાર છે. આમ નાણાં મંત્રી તરીકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સતત નવમી વાર રાજ્યનું અંદાજપત્ર નાગરિકો માટે રજૂ કરશે.

(7:10 pm IST)
  • યુપીમાં શશી થરૂર, રાજદીપ સરદેસાઈ, મ્રીનલ પાંડે અને કેરેવાન મેગેઝિનના સંપાદકો વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવવા અને કોમી હિંસા ભડકાવવા બદલ એફઆઈઆર નોંધાઈ access_time 10:03 pm IST

  • કેરળમાં આજે સવારે ૨૪ કલાકમાં ૫૬૦૦ નવા કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં એકવીસસો નવા કેસ નોંધાયા છે જેમાં મુંબઈમાં ૪૩૪ કોરોના કેસ થયા છે: ગુજરાત દેશભરમાં સાતમા નંબરે, માત્ર ૩૫૩ કોરોના થયા છે: પશ્ચિમ બંગાળમાં પણ નજીવા ૨૩૪ કેસ: દેશભરમાં સર્વત્ર કોરોના કેસમાં એકધારો ઘટાડો નોંધાતો જાય છે: સૌથી ઓછા પુડુચેરીમાં ૨૪ અને હિમાચલમાં ૩૯ કોરોના કેસ આજે સવાર સુધીમાં નોંધાયા છે access_time 11:22 am IST

  • ક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST