Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

સુરતના ઇચ્છનાથ વિસ્તારમાં પરિણીતા પાસે દહેજ પેટે 25 તોલા સોનાની માંગણી કરી ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:શહેરના ઇચ્છાનાથ વિસ્તારની પરિણીતા પાસે દહેજમાં 25 તોલા સોનું, 1.1 કિલોગ્રામ ચાંદી અને 25 લાખ રોકડાની માંગણી કરી શારિરીક-માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકનાર પતિ અને સાસરીયા વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

અડાજણ વિસ્તારમાં માતા-પિતાના ઘરે રહેતી જીનલ (ઉ.વ. 29 નામ બદલ્યું છે) ના લગ્ન 2008માં જીગર સુરેશચંદ્ર ગાંધી (રહે. 49, નવ પલ્લવ બંગ્લોઝ, ઇચ્છાનાથ, ઉમરા) સાથે થયા હતા. 

લગ્ન વખતે દહેજમાં 25 તોલા સોનુ, 1.1 કિલોગ્રામ ચાંદી અને રોકડા 25 લાખની માંગણી નહીં સંતોષાતા પતિ જીગરે, સસરા સુરેશચંદ્ર અને સાસુ રાધાબેન શારિરીક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. સાસુ રાધાબેન આ ઘર પર મારો જ હક્ક રહેશે, તારો હક્ક નહીં રહેશ કહી અપશબ્દો ઉચ્ચારી અપમાનિત કરતા હતા. જયારે પતિ મોબાઇલ પર વાતચીત કરવા દેતો ન હતો અને જબરજસ્તી સબંધ બાંધતો હતો. 

લગ્ન બાદ જીનલ જાડી થઇ જતા હવેથી તને હું ફરવા લઇ જઇશ અને તને છોડી દઇશ એમ કહી ટોર્ચર કરતો હતો. સ્કુલ રી-યનીયન મિટીંગમાં જવાનું કહેતા જીનલના ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી હતી અને પતિ જીગરે તું તો ઇગ્લીંશ મિડીયમમાં ભણેલી છે, તારા ઉપર મને કયારે પણ વિશ્વાસ આવશે નહીં એમ કહેતા જીનલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પતિના મિત્રના કહેવાથી જીનલે પોલીસ સમક્ષ પતિની તરફેણમાં નિવેદન આપ્યું હતું. 

(5:05 pm IST)