Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

સુરતના નાનપુરામાં ઇલેક્ટ્રિક કારમાં સોટ સર્કિટના કારણોસર આગ ભભૂકતા દોડધામ મચી જવા પામી

સુરત:નાનપુરાની કદમપલ્લી સોસાયટીમા આજે સવારે પાર્ક કરીને કારમા અચાનક બોનેટમાં અચાનક ઈલેક્ટ્રીક સર્કિટના થતા જ કારમાં આગ ભડકી ઉઠતા ત્યાં ભાગદોડ થઈ જવા પામી હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે સવા અગ્યાર વાગ્યાના અરસામાં નાનપુરા સ્થિત કદમપલ્લી સોસાયટીમાંમાં રહેતા જીતુભાઈ શાહ મકાન પાસે આજે સવારે ડ્રાઈવરે એસેન્ટ કાર પાર્ક કરી હતી પછી કારના આગળના ભાગે બોનેટમાં આગ ભડકી ઉઠી હતી અને ધુમાડો પણ નીકળવા માંડ્યું હતું. જેના લીધે ઘટના સ્થળ ઉપર અફડાતફડી મચી ગઈ હતી.

ઘટના અંગે ફાયર વિભાગને જાણ ફટા ફાયર ઓફિસર મારુતિભાઈ સોનવણે તથા ફાયર જવાનો સાથે મજૂરાગેટ અને નવસારી બજાર ફાયર સ્ટેશનથી ફાયરની ચાર ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોચી હતી અને થોડા સમયમાં આગ ઓલાવી ઘટના પર કાબુ મેળવી લેવાયો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે એન્જીનમાં શોર્ટ સર્કિટ થવાને લીધે સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાની શક્યતા છે.

(5:05 pm IST)