Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

સુરતના સરથાણા નજીક પાનના ગલ્લા પર સટ્ટો રમાડતા શખ્સોને ઝડપી 91હજારની રોકડ જપ્ત કરવામાં આવી

સુરત: શહેરના સરથાણા વ્રજચોક રાજ ઈમ્પીરીયલ પાસે પાનના ગલ્લા પાસેથી ગત સાંજે પીસીબીએ મોબાઈલ ફોનમાંમાં ડાયમંડ નામની એપ્લીકેશન દ્વારા ક્રિકેટ, ટેનીસ, પોકર, તીનપત્તી જેવી ગેઇમ ઉપર સટ્ટો રમાડતા ત્રણને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.91 હજાર, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યોહતો. જયારે આઈડી બનાવનાર બેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પીસીબીએ મળેલી બાતમીના આધારે ગત સાંજે સરથાણા વ્રજચોક રાજ ઈમ્પીરીયલ પાસે ક્રિષ્ણા પાનના ગલ્લા પાસેથી મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમતા-રમાડતા રાજેશ રમેશભાઇ તેજાણી ( ઉ.વ.30, રહે.ઘર નં.26, માધવબાગ સોસાયટી, પુણાગામ,સુરત. મુળ રહે. વરેલ ગામ, તા.સિહોર, જી.ભાવનગર ), શુભમ હર્ષદભાઇ ધોરાજીયા ( ઉ.વ.19, રહે.ફ્લેટ નં.સી/1402, બ્લોશમ હોમ્સ, ABC સર્કલ પાસે, મોટા વરાછા,સુરત. મૂળ રહે.હાથીગઢ ગામ, તા.લીલીયા, જી.અમરેલી ) અને અશ્વીન વાલજીભાઇ અણઘણ ( ઉ.વ.27, રહે. ફ્લેટ નં.બી/804, હેતવી હાઇટ્સ, લજામણી ચોક પાસે, મોટા વરાછા,સુરત. મૂળ રહે. મોટી માંડવાળ ગામ, તા.તળાજા, જી.ભાવનગર ) ને ઝડપી લીધા હતા. 

(5:04 pm IST)