Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અમદાવાદના સરખેજમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકને શેરબજારમાં નાણાં રોકવા ભારે પડ્યા:ભેજાબાજ 2.25 લાખની છેતરપિંડી આચરી રફુચક્કર

અમદાવાદ: શહેરના સરખેજ મકરબા ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકને શેરબજારમાં નાણાં રોકવાથી સારૃ ડીવીડન્ડ મળશે કહીને તેની સાથે ૨.૨૫ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જેને પગલે યુવકે તેની સાથે નોકરી કરતા શખ્સ તથા તેના મિત્ર વિરૃધ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમરાઈવાડીમાં પ્રગતિનગર ખાતે રહેતા પ્રજ્ઞોશભાઈ પી.પરમાર(૩૪) સરખેજ મકરબા વોડાફોન પાછળ આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની સાથે ઈસનપુરમાં સોનલપાર્ક સોસાયટીમાં રહેતો ઘનસ્યામ ચંદ્રકાંતભાઈ વાળા નોકરી કરે છે. છેલ્લા બે વર્ષથી ઘનશ્યામ પ્રજ્ઞોશબાઈને કહેતો હતો કે તેના મિત્ર રાહુલ શર્માની નારોલમાં કરિયાણાની દુકાન છે જેની સાથે તેને સેટીંગ છે.  વધુમાં તેણે કહ્યું હતું કે હું મારૃ તથા મારા મિત્રોનું ક્રેડિટ કાર્ડ ઘસાવીને રાહુલ શર્માને ઉપરનું કમિશન કપાવી બાકીના રૃપિયા લઈ આ રૃપિયા હું મારા ડિમેટ એકાઉન્ટથી શેરબદાર તથા ફોરેક્ષ બજારમાં રોકું છું. જેમાંથી સારૃ એવું ડીવીડન્ડ મળેશે, એમ કહીને તેણે પ્રજ્ઞોશભાઈ પાસેથી તેમના બેન્કના બે ક્રેડિટ કાર્ડ લીધા હતા.

(5:02 pm IST)