Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

વડોદરાના સાવલી તાલુકામાં યુવતીએ પતિના ત્રાસથી કંટાળી ફાસો ખાઈ જીવન ટુંકાવતા પતિ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરની સાવલી મંજુસર જીઆઈડીસીમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા યુવતીના પિતાએ આપઘાત માટે મજબુર કરનાર જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે સાવલી પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા આપવી તેમજ સ્ત્રી અત્યાચારની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મધ્યપ્રદેશ ના રહેવાસી મલમસિંહ ભિલાલા ની 23 વર્ષીય દીકરી અંગુર બેનનું લગ્ન ત્રણ વર્ષ અગાઉ ધાર જિલ્લાના નિમથલ ગામે રહેતા ખડકસિંગ ભીલાલા સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. 

ખડકસિંગ મહિના અગાઉ વડોદરાની મંજુસર જીઆઈડીસીમાં મજૂરીકામ અર્થે પહોંચ્યા હતા અને કંપનીએ બનાવેલા શેડમાં પતિ પત્ની સાથે રહેતા હતા. જ્યાં અંગુરબેને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી જીવાદોરી ટૂંકાવી હતી.  

(5:01 pm IST)