Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ચૂંટણી પંચ જિલ્લાવાર નિરીક્ષકો મુકશે : ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકશે

રાજકોટ તા. ૨૮ : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તાલુકા, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણી માટે જિલ્લા તંત્રને રોજેરોજ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી રહી છે. એક - બે દિવસમાં જ ચૂંટણી પંચના નિરીક્ષકો મુકાઇ જશે. આઇએએસ કેડરના અધિકારીઓ તથા અધિક કલેકટર કક્ષાના સિનિયર અધિકારીઓને ચૂંટણી નિરીક્ષક તરીકે મુકવામાં આવશે.

ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારોના રૂબરૂ ફોર્મ રજુ કરવાની સુવિધા ઉપરાંત ઓનલાઇન ઉમેદવારીની સુવિધા પણ અપાશે. તે શરતોને આધીન હશે. ઓનલાઇન ઉમેદવારીના નીતિ નિયમો બે-ત્રણ દિવસમાં જાહેર થશે.

(3:46 pm IST)