Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ઔવૈસી ગુજરાત આવશેઃ ૪ ફેબ્રુઆરીએ અમદાવાદ અને ભરૂચમાં સભા સંબોધશે

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં તેમના પક્ષની એન્ટ્રી

નવી દિલ્હી, તા.૨૮: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ઓની તારીખો જાહેર થતા રાજકીય પાર્ટીઓ સતર્ક બની ગઈ છે. ત્યારે આ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસી ની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આગામી ફેબ્રુઆરીમાં અસદ્દુદીન ઔવેસી ગુજરાત આવશે. ૪ ફેબ્રુઆરીએ અમદાવાદમાં એક સભા યોજે તેવી શકયતા પણ દેખાઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIMની એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં BTP સાથે AIMIMIનું ગઠબંધન કર્યું છે. ઓવૈસી અમદાવાદ તેમજ ભરૂચમાં ચૂંટણી પ્રચાર કરશે તેવી માહિતી મળી રહી છે. સાથે જ ભરૂચમાં ગ્વ્ભ્ના છોટુ વસાવા સાથે બેઠક કરશે.

૨૦ જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થવાની છે અને એ પહેલાં જ સ્થાનિક રાજનીતિમાં ઓવૈસીની એન્ટ્રીથી ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), શંકરસિંહ વાદ્યેલાની પ્રજા શકિત પાર્ટી  અને છોટુ વસાવાની BTP સાથે હવે ઓવૈસીની પાર્ટીની પણ એન્ટ્રી થવા થઇ રહી છે. જે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડીને ગુજરાતના રાજકારણમા એન્ટ્રી કરશે.

ગુજરાતના રાજકારણમાં અસદ્દદ્દીન ઓવૈસીની એન્ટ્રી જવા થઇ રહી છે. જીહા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્ત્।ૈહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા ઓવૈસી ગુજરાતના રાજકરણમાં જંપ લવવા તૈયાર થઇ ગયા છે. અને આ માટે તેઓ BTP અને AIMIM વચ્ચે ગઠબંધન કરશે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના વડા છોટુ વસાવાએ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે. જેમા છોટુ વસાવાએ કહ્યું છે કે, આગામી ચૂંટણી સાથે લડીશુ અને મળીને સંવિધાનને બચાવવાનું કામ કરીશું.

AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ૧૯મીના રોજ ટ્વીટ કરીને ઓવૈસી કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાની નિમણૂક કરી ચૂકયા છે. હવે રાજયમાં ઓવૈસીની પાર્ટી AIMIMના સત્તાવાર પ્રવેશ સાથે એ પણ જાહેરાત કરાઈ છે કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલાં ઓવૈસી પ્રચાર માટે અમદાવાદ આવશે અને સભાઓ ગજવશે તેવા વાવડ મળ્યા છે. તેઓ ગુજરાતમાં છોટુ વસાવાની બીટીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. આ સાથે ગુજરાતના રાજકારણમાં ચોથો વિકલ્પ આપવાનો AIMIM દ્વારા મક્કમ નિર્ધાર વ્યકત કરાયો છે.

(3:46 pm IST)