Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

વડોદરામાં પુસ્તક 'જીવન સંધ્યા'નું વિમોચન

રાજકોટઃ જીવનના ૭૮ વર્ષ પૂર્ણ કરી ૭૯માં વર્ષના પ્રવેશે સર્જાયેલી કૃતિ એટલે 'જીવન સંધ્યા'. ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી આ પુસ્તકને સાહિત્ય અકાદમીએ માન્યતા આપી છે. 'જીવન સંધ્યા'ના વિમોચન કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, કવિ-વિવેચક-સાહિત્યકાર અને પૂર્વ કલેકટર ભાગ્યેશ જહા, જાણીતા લેખક રાઘવજી માધડ, સાહિત્યકાર ડો. કનૈયાલાલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તકના લોકાર્પણ પ્રસંગના અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહેલા કવિ ભાગ્યેશ જહાએ આમંત્રિત મહેમાનોનું સંસ્કૃતમાં સ્વાગત કરી ભાવકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 'જીવન સંધ્યા' પુસ્તકની પ્રસ્તાવના આંતરરાષ્ટ્રીય હાસ્ય લેખક ડો. જગદીશ ત્રિવેદીએ લખી છે. પુસ્તકના લોકાર્પણ પ્રસંગે ડો. કનૈયાલાલ ભટ્ટ, ગુજરાતના જાણીતા એડવોકેટ નિરૂપમ નાણાવટી, જૂનાગઢ રૂપાયતના ટ્રસ્ટી-કલાકાર હેમંત નાણાવટી, રમેશ રાવલ સહિત ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ્યોત બક્ષીએ કર્યુ હતું. સ્વાગત પ્રવચન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનીષ બક્ષીએ અને આભાર દર્શન મેહુલ ઝાલાએ કર્યુ હતું.

(3:21 pm IST)