Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

જે અકસ્માતમાં ૧૫ મજૂરોના જીવ ગયેલ તેમના પરિવાર માટે ૫૧ હજાર આપશે ડીવાયએસપી ચંદરાજસિહ જાડેજા

જન્મદિવસે ફાર્મ હાઉસ કે મોટી હોટેલમાં પાર્ટી કરવાના બદલે અનુકરણીય નિર્ણય : સુરત કામરેજના વિભાગીય વડાએ પોલીસ પરિવારના બાળકો અને તાલીમાર્થી સાથે ઉજવણી સાથે ફરજ પણ નિભાવી

રાજકોટ તા.૨૮, સુરતના કામરેજ વિસ્તારના વિભાગીય વડાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા મૂળ સૌરાષ્ટ્રના મોરબી પંથકમાં સેવાભાવી ડોકટર પરિવારના સુપુત્ર ચંદરાજસિહ જાડેજા દ્વારા પોતાના જન્મદિવસની અનોખી અને પ્રેરણા દાયક ઉજવણી દ્વારા અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.     

યોગાનું યોગ પ્રજાસતાક પર્વ પર જ જન્મદિવસ હતો. કોઈ ફાર્મહાઉસ કે હોટેલ પર પહોંચી જન્મદિવસ ઉજવવાને બદલે પોતાના ખરા અર્થમાં પરિવાર એવાં પોલીસ પરિવારના બાળકો તથા તાલીમાર્થી સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે સાદગી થી ઉજવણી કરી.                        

સાચી વાત  હવે અહિથી જ  શરૂ થાય છે. સમગ્ર ગુજરાત અને દેશભરમાં અરેરાટી જગાવનાર કિમ ના ગરીબ મજૂર પરિવાર પર ભયંકર અકસ્માતની દુર્દ્યટનાનો ભોગ બનેલ ૧૫ લોકોના પરિવાર માટે સુરત રેન્જ વડા સાથે પરામર્શ કરી પોતાના તરફથી ૫૧ હજારની જાહેરાત કરી હતી.                                           

માનવિય સંવેદના જેમનામાં ભરો ભર ભરી છે તેવા આઇજી રાજકુમાર પાંડિયન દ્વારા પણ પોતાના સાથી અધિકારીની આવી ભાવનાથી પ્રશ્ન થય પોતાના તરફથી પણ યોગદાન આપવા સામે થી ઈચ્છા વ્યકત કરતા રાજય પોલીસ તંત્રમાં આ  ઘટના રસપ્રદ બનવા સાથે ઉકત બને અધિકારી પર અભિનંદન ઝાકળ બની  વર્ષી રહ્યા છે.

(3:20 pm IST)