Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના આખા પરિવારે ટિકિટ માગી

શ્રીવાસ્તવના પત્નીએ 3 જગ્યા પરથી જ્યારે પુત્ર અને પુત્રીએ પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી

વડોદરા : ગુજરાતમાં ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયામાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના આખા પરિવારે ટિકિટ માગી છે. શ્રીવાસ્તવનમાં પત્નીએ 3 જગ્યા પરથી ચૂંટણી લડવા દાવો કર્યો છે જ્યારે પુત્ર અને પુત્રીએ પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે

  વડોદરા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની 34 અને તાલુકા પંચાયતની 168 બેઠકો માટે સેન્સ લેવાઈ તેમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનાં પત્ની સવિતાબેને જિલ્લા પંચાયતી કોટંબી બેઠક પરથી ટિકિટ માગી છે. આ ઉપરાતં તેમણે કામરોલ તાલુકા પંચાયત અને લીમડા તાલુકા પંચાયત બેઠક માટે પણ ટિકિટ માગી છે. શ્રીવાસ્તવની નિલમ શ્રીવાસ્તવ જિલ્લા પંચાયતમાં ગોરજ બેઠક પરથી અને દિકરા દિપક શ્રીવાસ્તવે વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 15માં ટિકિટ માગી છે. જિલ્લા ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાયો ત્યારે શ્રીવાસ્તવ પરિવારના ત્રણ-ત્રણ દાવેદારો આવ્યા તે સામે અન્ય દાવેદારોએ ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો

શ્રીવાસ્તવે અગાઉ ભાજપ સામે બળવો કરીને તાલુકા પંચાયતમાં પોતાની પેનલ ઉભી રાખી હતી પણ તેમના 3 ઉમેદવારો જ જીતી શક્યાં હતાં પણ ભાજપ હારી ગયો હતો. શ્રીવાસ્તવના કારણે વાઘોડિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સતા મળી હતી તે સામે પણ રજૂઆત કરાઈ છે

(10:55 am IST)