Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની કોર્ટો ખોલવા માંગ : હાઇકોર્ટના ચીફ જસ્ટિસને 564 વકીલોની સહીઓ સાથે રજૂઆત

છેલ્લાં 10 મહિનાથી બંધ કોર્ટોને વહેલીતકે ચાલુ કરવા માટે વકીલોમાં માંગ ઉઠી

ગુજરાતમાં કોરોનાના કેસોમાં તબક્કાવાર ઘટાડો થતો જાય છે. તેને ધ્યાનમાં લઇને જ સરકાર તરફથી તબક્કાવાર ધો.10 અને 12 બાદ આજે ધો.9 અને 11 શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાં સુધી કે ગુજરાતમાં છ મહાનગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયત તેમ જ નગરપાલિકાઓની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે તેવા સમયે છેલ્લાં 10 મહિનાથી બંધ કોર્ટોને વહેલીતકે ચાલુ કરવા માટે વકીલોમાં માંગ ઉઠી છે

અમદાવાદના 564 વકીલો સાથેની રજૂઆત ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ કરવામાં આવી છે. આવતીકાલે તા.28મી જાન્યુઆરીના રોજ રજૂઆત કરવા માટે ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેનો અનિલ સી. કેલ્લા, ભરત ભગત તથા દિપેન દવેએ સમય માંગ્યો છે.

અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના પૂર્વ સેક્રેટરી હેંમત નવલખા સહિતના 564 વકીલોની સહીઓ સાથેના પત્રમાં જણાવાયું છે કે, કોરોનાની રસી મૂકવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. હાલ તમામ ધંધાઓ શરૂ થઇ ગયા છે. આવા સમયે અમદાવાદ સહિતના ચાર શહેરોની કોર્ટ બંધ રાખવાથી રોગ નાથી શકાય તેવું માનવું ઉચિત નથી.

તમામ શહેરોની રાજકીય ગતિવિધિ મુજબ સરકાર દ્વારા ચૂંટણી યોજવાની તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ માર્ચ 2020થી ન્યાયમંદિરમાં ન્યાયિક કાર્યવાહી સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. કોર્ટ બંધ થયે આજે લગભગ 310 દિવસથી વધુ થયા છે. જિલ્લાની કોર્ટો શરૂ કરવા અંગેનો 18/1/21ના રોજ કરાયેલો નિર્ણય આવકારદાયક છે

 

વધુમાં નવલખા સહિતના વકીલોએ જણાવ્યું છે કે, અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએસન સાથે આશરે 4 હજાર જેટલા વકીલો સંકળાયેલા છે. મેટ્રોપોલીટન કોર્ટ આઠ માળની છે. ચોથા માળથી દરેક ફલોર પર ચાર કોર્ટ આવેલી છે. કોર્ટ હાઉસમાં પક્ષકારો અને એડવોકેટને અવરજવર કરવા માટે પુરતી જગ્યા છે.

કોર્ટ રૂમ પાસેની લોબી પણ વિશાળ હોવાથી સંકડામણનો પ્રશ્ન રહેતો નથી અને ભીડ ભેગી થવાની શક્યતા નહીવત છે. માત્ર ટ્રાફિક મેમાની કોર્ટમાં વધુ જનસંખ્યા રોજ હોય છે તે કામગીરી હાલ બંધ રાખીને તે અન્ય તમામ કોર્ટ પુર્ણ સમય માટે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.

શરૂઆતમાં રોજીંદા બોર્ડ કરતા ઓછા કેસો બોર્ડ પર લઇને કામગીરી શરૂ કરવી જોઇએ અને મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટનું ડાયસ તથા એડવોકેટની બેઠક વ્યવસ્થા વચ્ચે આરોગ્ય ખાતાની ગાઇડલાઇન કરતાં વધુ માર્જીન છે. તેમ જ પક્ષકારની બેઠક વ્યવસ્થામાં પણ પુરતું માર્જીન છે.

(10:41 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,07,01,427 થઇ :એક્ટિવ કેસ 1,70,835 થયા: વધુ 13,930 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,72,258 થયા :વધુ 111 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,862 થયા access_time 1:05 am IST

  • કલેકટરે ખેડૂતોને ૪૧ પ્રશ્નો અંગે આચાર-સંહિતા સંદર્ભે મીટીંગની 'ના' પાડી દિધી : ભારતીય કિસાન સંઘ આજે ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ દોડી આવ્યું હતું: મીટીંગ થનાર હતી પરંતુ કલેકટરે પ્રશ્નોનો કાગળ લઇ આચાર સંહિતા હોય મીટીંગ અને પ્રશ્નોના 'નિકાલ' અંગે હાલ ના પાડી દીધીઃ રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઇ બાદમાં મીટીંગ યોજાશે access_time 3:35 pm IST

  • ખેડૂત આંદોલનના દિલ્હીની ગાઝીપુર બોર્ડર પરના આ છે તાજા દ્રશ્યો access_time 3:00 pm IST