Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અંગે કમિટીમાં વિચારણા કરાશે:ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદમાં પોલીસનો પૈસા સાથે વાયરલ વીડિયો મામલે તપાસના આદેશ

અમદાવાદ : રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ છે.ત્યારે હાલ રાજ્ય અને આ ચારેય શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. તેથી હવે તબક્કાવાર રાત્રિ કર્ફ્યૂમાં 31 જાન્યુઆરી બાદ છૂટછાટ મળી શકે છે. રાત્રિ કર્ફ્યૂ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અંગે વિચારણા કરાશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કમિટી નિર્ણય કરશે.

 

અમદાવાદમાં પોલીસનો પૈસા સાથે વાયરલ વીડિયો મામલે પણ પ્રદીપસિંહે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વીડિયો સંદર્ભે પોલીસ કમિશનરને આદેશ આપ્યા છે. DCP અચલ ત્યાગીને તાપસ આપવામાં આવી છે. તપાસમા કસૂરવાર ઠરશે તો સખત એક્શન લેવાશે.

 

રાત્રિ કર્ફ્યૂ અને માસ્ક સહિતના નિયમોમાં છુટછાટ આપવામાં આવી શકે તેમ છે. આ અંગે ગઇકાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાત્રિ કર્ફ્યૂ મુદ્દે વિચારણા ચાલી રહી છે. તબક્કાવાર વિચારણા બાદ નિર્ણય લેવાશે. 4 મનપાઓમાં જરૂરિયાત મુજબ છૂટછાટ અપાશે.

 

(10:28 pm IST)