Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

આગામી 1 માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર :2 અથવા 3 માર્ચે ગુજરાતનું બજેટ રજુ કરાશે

પહેલા દિવસે રાજ્યપાલનું સંબોધન રહેશે: મહાનુભાવોના નિધનના શોકદર્શક પ્રસ્તાવ પસાર કરાશે

અમદાવાદ : ગુજરાત રાજ્ય બજેટ સત્રની તારીખો સામે આવી ગઇ છે. ગુજરાતમાં 24 દિવસનું બજેટ સત્ર રહેશે અને આગામી 1 માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે.આપને જણાવી દઇએ કે, 2 અથવા 3 માર્ચે ગુજરાતનું બજેટ રજુ કરાશે. પરંપરા પ્રમાણે પહેલા દિવસે રાજ્યપાલનું સંબોધન રહેશે. જ્યારે ગુજરાતનાં રાજકીય ક્ષિતીજને કેશુભાઇ પટેલ અને માધવસિંહ સોંલકી રુપી જે ફટકો પડ્યો છે, ત્યારે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ મહાનુભાવોના નિધનના શોકદર્શક પ્રસ્તાવ પસાર કરવા સાથે થશે

1 માર્ચથી શરૂ થશે અંદાજપત્ર સત્ર - 2021-22ની શરુઆત, 24 દિવસનું બજેટ સત્ર રહેશે. 2 અથવા 3 માર્ચે અંદાજપત્ર ગૃહમાં રજૂ થશે. પ્રથમ દિવસે ગૃહને રાજ્યપાલનું સંબોધન અને કેશુભાઇ અને માધવસિંહના નિધનના શોકદર્શક પ્રસ્તાવ પસાર થશે

પ્રથમ દિવસે રાજ્યપાલનું પ્રવચન અને શોકપ્રસ્તાવ બાદ સત્ર મુલતવી રખવામાં આવશે.

ગુજરાતનાં નાણાં મંત્રી નિતીન પટેલ તેમનું 9 મું અંદાજપત્ર ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. વર્ષ-2021-22 અંદાજપત્રનું કદ 2 લાખ કરોડને આંબી જશે તેવી સંભાવનાં છે. રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર 3 દિવસ ચર્ચા કરવામાં આવશે. અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા માટે 5 દિવસ ફાળવાયા હોવાની વિગતો સામે આવી રહી છે. વિવિધ વિભાગની માગણી પરની ચર્ચા 12 દિવસ થશે.

ગૃહ-મહેસૂલ-શહેરીવિકાસ સહિત વિભાગના સરકારી વિધેયક લાવવામાં આવશે. સાથે સાથે જ લવ-જેહાદ સહિતના વિધેયક રજૂ થઇ શકે છે તેવી પણ સંભાવનાં જોવામાં આવી રહી છે. વિધાનસભાનાં બજેટ સત્રમાં અનેક વિધાયકો રજૂ થવાની સંભાવના જોવામાં આવી રહી છે. સત્રના અંતિમ દિવસે કેગનો અહેવાલ રજૂ થશે. 24 માર્ચે અંદાજપત્રસત્રનું સમાપન થઇ શકે છે.

(10:17 pm IST)