Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ટ્રકની અડફેટે બાઈક પર જતા દંપતી, બાળકનું મોત

વડોદરાની કમકમાટીપૂર્ણ ઘટના :જાંબુઆ બ્રિજ પાસેની ઘટનામાં ઈજાગ્રસ્ત ત્રણ બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, ટ્રક ચાલક ભાગી ગયો

વડોદરા, તા. ૨૭ : વડોદરા શહેરના બાયપાસ હાઈવે પર જાંબુઆ બ્રિજ પાસે એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતી અને બાળકોને અડફેટે લેતા દંપતી અને એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ટ્રક ચાલક ભાગી રહેલો સીસીટીવીમાં દેખાયો હતો.

વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકની હદમાં જાંબુઆ બ્રિજ પર છાશવારે અકસ્માતો થતાં હોય છે. જેમાં આજે મૂળ મુઝાર ગામડીના રહેવાસી નઝીર ભલાવત અને તેઓની પત્ની બાઇક પર તેઓના ૪ બાળકો સાથે ગોરીયાદ ગામે પ્રસંગ પતાવી પોતાના ગામ તરફ જતા હતા. તે દરમિયાન ટ્રક ચાલકે તેમની બાઈકને અડફેટે લેતા નઝીર ભલાવત, તેમના પત્ની અને ૩ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ત્રણ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રક ચાલક અકસ્માત કરી પુરપાટ ઝડપે ટ્રક દોડાવીને ભાગી ગયો હતો. અને વરણામાં નજીકની ગુરુનાનક હોટલ પર ટ્રક છોડી અને ટ્રક ચાલક તેમજ ક્લીનર પલાયન થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત કરનાર ટ્રકને કબજે લઈને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જ્યાં ઈજ્ગ્રસ્ત ત્રણ બાળકોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે શહેરની સયાજી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

(9:16 pm IST)
  • દિલ્હીમાં ગાઢ ધુમ્મસઃ કડકડતી ઠંડી access_time 3:00 pm IST

  • કલેકટરે ખેડૂતોને ૪૧ પ્રશ્નો અંગે આચાર-સંહિતા સંદર્ભે મીટીંગની 'ના' પાડી દિધી : ભારતીય કિસાન સંઘ આજે ૪૧ પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ દોડી આવ્યું હતું: મીટીંગ થનાર હતી પરંતુ કલેકટરે પ્રશ્નોનો કાગળ લઇ આચાર સંહિતા હોય મીટીંગ અને પ્રશ્નોના 'નિકાલ' અંગે હાલ ના પાડી દીધીઃ રાજય ચૂંટણી પંચનું માર્ગદર્શન લઇ બાદમાં મીટીંગ યોજાશે access_time 3:35 pm IST

  • વિરાટ, તમન્ના ભાટીયા અને અજુ વર્ગીસને કેરળ હાઇકોર્ટની નોટીસ : ક્રિકેટર વિરાટ કોહલીને ઓનલાઇન ગેમ્સ અંગે કેરળ હાઇકોર્ટની નોટીસ, અભિનેત્રી તમન્ના ભાટિયા,અને અજુ વર્ગીસને પણ નોટીસ મોકલાઇ, ઓનલાઇન ગેમ ( રમી) પર રોક માટે દાખલ અરજીના સંદર્ભે નોટીસ, ત્રણેય આ ગેમના બ્રાન્ડ એમ્બેસેડર છે access_time 11:47 am IST