Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ચીનમાં કોઈ ભારતીયને કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાયો નથીઃ એસ,જયશંકર

ફસાયેલ લોકોને જલ્દીથી પાછા લાવશું : નર્મદા જિલ્લામાં વિદેશમંત્રી હસ્તે તળાવની કામગીરી શરૂ

અમદાવાદ : વિદેશમંત્રી એસ જયશંકરે નર્મદા જિલ્લામાં જેસીબી કંપનીના સીઆર ફંડમાંથી જે ઢોલાર ગામે તળાવ બનાવવાનું કામ શરૂ કરાવ્યું હતું  નર્મદા જિલ્લાના ઢોલાર ગામ તળાવનું ખાત મુહૂર્ત કરાવ્યું હતું. તેમણે જાતે જેસીબી મશીન ચલાવીને તળાવની કામગીરી શરૂ કરાવી હતી

 ચીનમાં ફસાયેલ ભારતીયો વિશે એસ. જયશંકરે જણાવ્યું હતું કે ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસ બાદ ત્યાંના ભારતીયો માટે પણ સરકાર ચિંતીત છે. સરકાર ચીન સત્તાધીશો સાથે સંપર્કમાં હોવાનુ જણાવ્યુ હતું. સાથે જ ચીનથી ભારતીયોને લાવવા માટે ખાસ વિમાનની પણ વ્યવસ્થા કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ચીનમાં એક પણ ભારતીયને કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાયો ન હોવાનુ જણાવ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓ ચીનના વુહાનમાં ફસાયા છે તેમની અને ચીનના વિદેશમંત્રાલય સાથે ભારતીય વિદેશમંત્રીલય સતત સંપર્કમાં છે. વિદ્યાર્થીઓને ભારત લાવવા માટે જે પ્રોસેસ જરૂરી છે તે ચાલી રહી છે. જેટલી જલ્દી બની શકે એટલી જલ્દીથી વિદ્યાર્થીઓને ભારત લાવીશું.

(10:11 pm IST)