Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

રાજ્યના તમામ જિલ્લામાં ૭૦૦૦થી વધુ સીસીટીવી

ગુજરાત પોલીસની વિશેષ પહેલ

અમદાવાદ,તા.૨૮ : ગુજરાત પોલીસે વિશેષ પહેલ કરી છે. જેના ભાગરુપે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવશે. પ્રજાની સુરક્ષા માટે વ્યવસ્થા કરાઈ છે. રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સૌ પ્રથમ માર્ચ-૨૦૧૯માં -જિલ્લામાં 'વિશ્વાસ પ્રોજેક્ટ'નો પાલનપુરથી શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રોજેક્ટનો રાજ્યવ્યાપી પ્રારંભ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે જાન્યુઆરી-૨૦૨૦માં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના લોકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને કાયદા-વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં પ્રોજેક્ટ ખૂબ મહત્વનો સાબિત થઇ રહ્યો છે. સીસીટીવી કેમેરા હેઠળ મજબૂત નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે જેના ભાગ રૂપે રાજ્યભરના વિવિધ જિલ્લામાં અકસ્માત, હિટ એન્ડ રન, ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ, કિડનેપિંગ, ગુમ થયેલ વ્યક્તિ, મહાનુભાવોના બંદોબસ્ત તેમજ મેળા-ઉત્સવો પ્રસંગે ટ્રાફિક નિયમન, તોફાનો વિગેરેમાં અત્યાર સુધીમાં કુલ-૩૭૧ જેટલા બનાવો વખતે ગુન્હા ઉકેલવામાં, ઇન્વેસ્ટીગેશનમાં તેમજ બંદોબસ્ત સમયે ગુજરાત પોલીસને પ્રોજેક્ટ ખુબ ઉપયોગી થઇ રહ્યો છે.

(9:43 pm IST)