Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

એરએશિયા દ્વારા પ્રવાસીઓ માટે નવી ઓફરો શરૂ કરાઈ

બેંગકોક-કુઆલાલુમ્પુર ફ્લાઇટ માટે ડિસ્કાઉન્ટ : હવે પ્રવાસીઓ બાય અર્લી કોડનો ઉપયોગ કરીને પ્રવાસન સ્થળો પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે : રિપોર્ટ

અમદાવાદ, તા.૨૮ : વિશ્વની સૌથી વધુ પસંદગીની ભાડાનાં ઓછા દર ધરાવતી (લો-કોસ્ટ) એરલાઇન્સ એરએશિયાએ ભારતમાંથી બેંગકોક અને કુઆલા લુમ્પુર જતી પ્રવાસીઓ માટે આજે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. બાય અર્લી, સેવ મોર અભિયાનનાં ભાગરૂપે વારાણસી-બેંગકોક, અમદાવાદ-બેંગકોક, જયપુર-બેંગકોક, ભુવનેશ્વર-કુઆલા લુમ્પુર, વિઝાગ-કુઆલા લુમ્પુર અને જયપુર-કુઆલા લુમ્પુર રુટ પર ડિસ્કાઉન્ટ ઓફર રજૂ કરાઇ છે. પ્રવાસીઓ બાય અર્લી કોડનો ઉપયોગ કરીને ઓફરનો લાભ અગાઉથી લેવા તેમની ટિકિટ બુક કરાવી શકે છે.

એરએશિયામાં એક અઠવાડિયાનું બુકિંગ તા.૨૭ જાન્યુઆરી, ૨૦૨૦થી તા. ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી કરાવી શકાશે. જ્યારે બેંગકોક-વારાણસી માટે પ્રવાસનો ગાળો તા. ૨૮ માર્ચ, ૨૦૨૦ સુધીનો રહેશે, ત્યારે અન્ય રુટ પર પ્રવાસનો ગાળો તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યો છે. અંગે કમર્શિયલ હેડ શ્રી રાજકુમારે કહ્યું હતું કે, સુવિધાજનક ભાડાનાં દર પર પોતાના મનપસંદ આંતરરાષ્ટ્રીય સ્થળો માટે અગાઉથી ટિકિટ બુક કરાવવા લોકોનો પ્રોત્સાહન આપવા પહેલ શરૂ કરવામાં આવી છે. પસંદગીની લો-કોસ્ટ એરલાઇન્સ તરીકે અમારો ઉદ્દેશ સ્થાનિકની સાથે આંતરરાષ્ટ્રીય રુટ પર લોકોને બજેટને અનુકૂળ ઉડ્ડયનનો અનુભવ પ્રદાન કરવાનો છે, જે તેમના રજાનાં દિવસોમાં મૂલ્ય સંવર્ધન કરી શકે છે. બેંગકોક અને કુઆલા લુમ્પુર ભારતમાંથી પ્રવાસીઓને આવકારે છે અને અભિયાનથી અમને આશા છે કે, અમારા મહેમાનોને આંતરરાષ્ટ્રીય સ્થળોનો પ્રવાસ કરવાની અને પહેલી વાર ઉડાન ભરવાનો શ્રેષ્ઠ અનુભવ મળશે.

એડવાન્સ બુકિંગ........

એડવાન્સ બુકિંગ

ડિસ્કાઉન્ટ

ભાડાનાં

ડિસ્કાઉન્ટ

 

 ટકામાં

લઘુતમ દર

પછી

મહિના

ર૦ ટકા

૫૩૯૯

૪૩૨૦

મહિના

૧૦ ટકા

૫૩૯૯

૪૮૫૯

મહિનો

ટકા

૫૩૯૯

૫૧૨૯

(9:39 pm IST)