Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

મહેસાણામાં નગરપાલિકાદ્વારા 60 જેટલા કાચા-પાકા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું: મુખ્ય ચોકથી ગોડાઉન પણ ખસેડવામાં આવ્યા

મહેસાણા: શહેરમાં નગરપાલિકા દ્વારા ૬૦ જેટલા કાચા-પાકા દબાણો ઉપર બુલ ડોઝર ફેરવ્યું હતું. તમામ દબાણ કર્તા પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવનાર છે. શહેરમાં મુખ્ય ચોકથી લઇ માલગોડાઉનમાં દબાણો હટાવાયા હતા.

પાલિકાએ થોડા દિવસો પહેલા તમામ દબાણ કર્તાને નોટિસો મોકલી હતી. જેમાં કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ દબાણો હટાવી લીધા હતા. બાકીના ૬૦ જેટલા દબાણો પાલિકાએ આજે જાતે હટાવ્યા હતા. જેમાં પાલિકાની કચેરીથી લઇ ડેરી રોડગામતળ બજારમાલગોડાઉનતોરણવાળી ચોક સહિતનો સમાવેશ થાય છે. સવારથીજ બુલડોઝર લઇ પાલિકાના અધિકારીઓ નિકળી પડયા હતા. દબાણ હટાવ અધિકારી વિશાલ ઓઝાએ જણાવ્યું કે ૬૦ દબાણો પાલિકાએ હટાવ્યા છે. જેમાં ઓટલારોડનો સમાવેશ થાય છે. હવે કાલથી તમામ પાસેથી દંડ વસુલ કરવામાં આવનાર છે. આમ ઘણા સમય બાદ પાલિકાએ દબાણ હટાવ ઝુંબેશને ફરી વેગવંતી બનાવી હતી. હવે આ ઝુંબેશ કેટલી ચાલે છે તે જોવાનું રહ્યું છે.

(5:38 pm IST)