Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

એકવા ડેવલપર્સ અને કયુબા હાર્ડવેર ઉપર IT નો સર્વે

રાજકોટ રેન્જ-૧નો બે ટીમ દ્વારા બપોર સર્વેની કામગીરીમાં તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૨૮: આજ સવારથી અમદાવાદમાં રિયલ એસ્ટેટના ટોચના  જુથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. ત્યારે બપોરે ૩ કલાકે રાજકોટ આવક વેરા વિભાગે પણ સર્વેની કામગીરી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરની ભાગોળે આવેલ ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર એકવા ડેવલોપર્સ અને વાવડીમાં આવેલ કયુબા હાર્ડવેર ઉપર આવક વેરા વિભાગની રેન્જ-૧ના એડીશ્નલ કમિશ્નરની સુચનાથી બે ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

(4:53 pm IST)