Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

પ૬ લાખ પૈકી ૩રાા લાખ ખેડૂતોએ અરજી કરી, ર૩ાા લાખ ખેડૂતોને સહાયમાં રસ નહિ

કમોસમી વરસાદથી અસરગ્રસ્તો માટે સરકાર વરસવા માંગે છે, હકકદારોની અપેક્ષાની અછત : ર૧ લાખ જેટલા ખેડૂતોને સહાય પેટે રૂ. ૧પપ૦ કરોડ ચુકવાયા

રાજકોટ, તા. ૨૮ :. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રૂ. ૩૭૯૫ કરોડનું પેકેજ જાહેર કરેલ. જેને નુકશાની થઈ હોય તેવા ખેડૂતોને અને નુકશાની ન થઈ હોય તેવા ખેડૂતોને પણ સરકારે જમીનના પ્રમાણમાં સહાય આપવાનું જાહેર કરેલ. તે અંગે ઓનલાઈન નોંધણી કરાવવાની સમય મર્યાદા આપેલ. તે સમય મર્યાદા પુરી થઈ ગઈ છે. જેમાંથી ૬૦ ટકા જેટલા ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ૫૬ લાખ ખેડૂતો નોંધાયેલા છે. તેને ધ્યાને રાખીને સરકારે રૂ. ૩૭૯૫ કરોડનું પેકેજ જાહેર કરેલ. એક વખત સમય મર્યાદા પુરી થયા પછી સરકારે ઓનલાઈન અરજી માટે સમય મર્યાદા વધારેલ. સહાય માટે ૩૨,૪૧,૦૦૦ જેટલા ખેડૂતોની અરજી આવી છે. બાકીના ૨૩ાા લાખ જેટલા ખેડૂતોએ કોઈપણ કારણસર અરજી કરી જ નથી. સામાન્ય રીતે કોઈ વ્યકિત સરકારની મળવાપાત્ર સહાય જતી કરે નહિ છતા સરકારના પેકેજમાં કેમ આવુ થયું ? તે ચર્ચાનો વિષય છે. જો ખરેખર રાજ્યમાં ૫૬ લાખ ખેડૂતો હોય તો આવેલી અરજીઓનું પ્રમાણ ૬૦ ટકા જેટલુ જ થયુ તે ધ્યાન ખેંચનારી બાબત છે. ૨૧ લાખ જેટલા ખેડૂતોને રૂ. ૧૫૪૯ કરોડ ચૂકવાય ગયા છે. બાકીનાને ચૂકવવા માટે તપાસણી સહિતની વહીવટી પ્રક્રિયા ચાલુ છે.

(3:17 pm IST)