Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ગુજરાતમાં અધિકારીઓનું રાજ : ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ભરાવ્યા નહોર : કહ્યું - આદિવાસી હિત માટે કોઈપણ સરકાર સામે લડશું

કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવ બાદ મનસુખ વસાવા પક્ષથી નારાજ

અમદાવાદ : ગુજરાતમાં ભાજપનાં નેતાઓનો નારાજગીનો દૌર ચાલી રહ્યો છે. પહેલા કેતન ઈનામદાર પછી મધુ શ્રીવાસ્તવ અને હવે ભાજપનાં એક દિગ્ગજ નેતા મનસુખ વસાવા પણ નારાજ હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે આ નારાજગી રાજ્યનાં અધિકારી સામે વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ભાજપનાં નેતાઓ એક પછી એક નારાજ થઇ રહ્યા છે. હવે તેમા ઉમેરો કર્યો છે ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા કે જેઓ પક્ષથી નારાજ હોવાનુ સામે આવ્યુ છે. મનસુખ વસાવાએ ગુજરાતમાં અધિકારી રાજ હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. આ આરોપ તેમણે રાજ્યનાં અધિકારી સામે લગાવ્યો છે. ભાજપ સાંસદે ગુજરાતમાં આદિવાસીઓનાં હિતને લઇને આરોપ લગાવ્યો છે. તેમણે આ મુદ્દે સરકારને ખુલ્લી પાડાવાની પણ ચિમકી આપી છે. તેમણે કહ્યુ કે, રાજ્યમાં સરકાર કોઇપણ હોય આદિવાસી હિત માટે જરૂર લડીશું

(2:21 pm IST)