Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

પાર્થિવ પટેલનો વાંસો થાબડતા પરિમલભાઈ

રાજકોટ : રાજયસભાના સદસ્ય, પર્યાવરણ - પ્રકૃતિ પ્રેમી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસીડેન્ટ શ્રી પરિમલભાઈ નથવાણીએ તેમના ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરી રણજી ટ્રોફીમાં સો વખત સામેલ થઈને ગુજરાત ટીમના કપ્તાન પાર્થિવ પટેલે જે સિદ્ધિ હાંસલ કરી છે તે અંગે અભિનંદન આપ્યા હતા. જીસીએ માટે ૨૦૧૬-૧૭માં ગુજરાત માટે રણજી ટ્રોફીનો ખિતાબ જીતી ગૌરવ અપાવ્યુ છે. આવા વધુને વધુ માઈલસ્ટોન હાંસલ કરો તેવી શુભેચ્છા પરિમલભાઈએ આપી છે.

(1:14 pm IST)