Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

વધતી દાણચોરી : છેલ્લા એક વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી 23 કરોડનું 64 કિલો સોનું પકડાયું

અમદાવાદઃ વિદેશમાંથી આવતા મુસાફરો પાસેથી કરોડો રૂપિયાનું સોનું પકડાઇ રહ્યું છે, છેલ્લા એક વર્ષની વાત કરીએ તો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજે 64 કિલો સોનું પકડી પાડવામાં આવ્યું છે, જેની કિંમત 23 કરોડ રૂપિયાની આસપાસ છે, કસ્ટમ વિભાગના નવા આંકડો મુજબ સોનાની કરોડો રૂપિયાની દાણચોરી થઇ રહી છે.

   અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાખો મુસાફરો વિદેશમાં અવર-જવર કરી રહ્યાં છે, દુબઇ, સિંગાપોર સહિતના દેશોમાંથી એરલાઇન્સ મારફતે સોનું અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવે છે, જેમાં કેટલાક શખ્સો દ્વારા સોનું લાવવા માટે કેરિયરનો ઉપયોગ થાય છે, તેવા અનેક આરોપીઓની સોના સાથે ધરપકડ પણ કરાઇ છે

 અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સોનાની દાણચોરીમાં એરપોર્ટના જ કેટલાક કર્મચારીઓની સંડોવણી સામે આવી હતી, કર્મચારીઓ દ્વારા સોનું એરપોર્ટ બહાર લાવી આપવામાં આવતુ હતુ, જેમની સામે કાયદાકીય કાર્યવાહી કરાઇ છે.

(12:43 pm IST)
  • નેપાળમાં કોરોનાનો પ્રથમ કેસ પશ્ચિમ બંગાળમાં 'પાણી ટાંકી' એન્ટ્રી પોઈન્ટ ઉપર બાજ નજર : આરોગ્ય ખાતાએ જણાવ્યુ છે કે નેપાળમાં પ્રથમ કોરોના વાયરસનો કેસ નોંધાતા ભારત સરકારે પશ્ચિમ બંગાળના, નેપાળથી આવનારાઓ માટેના એન્ટ્રી પોઈન્ટ ગણાતા, 'પાની ટાંકી' ખાતે ખાસ તકેદારી અને સ્ક્રીનીંગ સાથેના પગલાઓ લીધા છે access_time 1:09 pm IST

  • પર્સનલ ઇન્કમટેકસ સ્લેબ અને દર અંગેના બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુરૂવારે નિર્ણય લેશે તેમ ''ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. access_time 1:08 pm IST

  • રાજ્યમાં ફરી હેલ્મેટ નિશ્ચિત..ગુજરાત સરકારનો હેલમેટ મુદ્દે યુ ટર્ન : સરકારે હાઇકોર્ટમાં કહ્યું હેલમેટ ફરજિયાત : ગુજરાત હાઇકોર્ટમાં સરકારની દલીલ: હેલમેટ મુદ્દે કોઇ પરિપત્ર જાહેર કર્યો જ નથી :સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત;કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા કર્યો આદેશ access_time 5:24 pm IST