Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

હાઇકોર્ટના આદેશથી જુનાડીસા હાઇવે ઉપરના દબાણો હટાવાયા

બિનધિકૃત વિવાદાસ્પદ દબાણો ઉપર જેસીબી ફેરવી દીધું

ડીસા : ડીસા તાલુકાના જુનાડીસા ગામે હાઇવે ઉપર આખરે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકેલા તંત્રે નામદાર હાઇકોર્ટના આદેશથી બિનધિકૃત વિવાદાસ્પદ દબાણો ઉપર જેસીબી ફેરવી દીધું હતું. તંત્રની કાર્યવાહીના પગલે ગામમાં ઉત્તેજનાનો માહોલ છવાયો છે.

 જુનાડીસા ગામે વિકાસની હરણફાળ ભરતા હાઇવે વિસ્તારમાં દબાણની બદીએ માઝા મૂકી છે તેમાં પણ શ્રી સરકાર હસ્તકની સર્વે નં. ૧૧૫૩ પૈકીની કરોડો રૂપિયાની જમીન પણ દબાણમાં ગરકાવ થઈ ગઈ છે જેમાં કાચી પાકી દુકાનો સહિત કોમ્પ્લેક્સ પણ ઉભા થઇ ગયા છે જેના કારણે હાઇવે રોડ પણ સાંકડો બની ગયો છે. જે બિનધિકૃત દબાણો હટાવવા જાગૃત ગામલોકોની ૨૫૭ અરજીઓ ઉચ્ચ સ્તરે થવા પામી હતી. તેમાં પણ ગામના કલ્પેશકુમાર હરગોવનભાઈ સુથારે પોતાના દાદાને સને ૧૯૮૩ માં પંચાયતે ઔદ્યોગિક હેતુ માટે આપેલ ૧૫૦ ટ ૧૦૦ ચો. ફૂટ જમીન ઉપર દબાણને લઈ બે વખત છેક નામદાર હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેમાં તેમણે સ્થાનિક ગ્રામ પંચાયત આકારણી આપી દબાણદારોને છાવરતી હોવાના ગંભીર આક્ષેપો કરી તલાટી, ટી. ડી. ઓ., મામલતદાર અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા હતા.

(12:41 pm IST)