Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

માજી સૈનિક-શહીદનાં પરિવારોની વિવિધ માંગ લઇને ગૃહમંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો

કહ્યું -મુખ્યમંત્રી સાથે વાત કરી ટુક સમયમાં નિર્ણયને જાહેરાત કરવામાં આવશે.

અમદાવાદના શાહીબાગના શહીદ સ્મારક ખાતે પૂર્વ સૈનિકો અને શહીદના પરિવારજનો દ્વારા વિવિધ 15 જેટલી માગને લઇને આંદોલન છેડવામાં આવ્યું હતું. માજી સૈનિક અને શહિદ પરિવારજનો દ્વારા પોતાની માંગને લઇને ગાંધીનગર તરફ કૂચ પણ કરવામાં આવી હતી. આ રેલીમાં 2000 થીવધુ લોકો જોડાયા હતા. ત્યારે ગુજરાત સરકાર વતી રાજ્યનાં ગૃહમંત્રી દ્વારા પૂર્વ સૈનિકો અને શહીદના પરિવારજનોની માંગ સંદર્ભમાં મોટી જાહેરાત કરવામાં આવી છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 1 કરોડની મંગ માટે મુખ્યમંત્રી સાથે વાત કરી ટુક સમયમાં નિર્ણયને જાહેરાત કરવામાં આવશે. અનામતનાં કાયદાનું આર્મી મેનો માટે ચુસ્ત પણે પાલન કરવામાં આવશે. 45 ટકા હશે તો પણ સ્વીકાર કરવામાં આવશે. જીવન નિર્વાહ માટે ખેતીની જમીન માટે જુના GR મુજબ કામગીરી કરવામાં આવશે. પરમીટ માટે ની માંગ પણ સ્વીકારવામાં આવી છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય માં કોન્ટ્રાકટ પદ્ધતિ Ex આર્મી મેન માટે નાબૂદ કરવામાં આવશે. 1 સૈનિક ભારતમાં ક્યાંય પણ રહેતા હોય તો પોતાના વતનમાં નિમણૂક મળશે. માજી સૈનિકનાં બાળકોનો ભણવાનો ખર્ચ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાંથી ઉપાડવામાં આવશે. માજી સૈનિક માટે વ્યવસાય વેરો માફ કરવાની વાત પણ સરકારે પોઝિટિવ લીધી છે. ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા બીજી માંગણી પણ સરકાર સામે મુકવામાં આવશે. આ સાથે જ આગામી 10 દિવસ માં 14 માંગણીઓ રાજ્યની અલગ અલગ કચેરીમાં સરકાર પત્ર પાઠવી આ માંગનું નિરાકરણ લાવશે તેવી પણ ગૃહ મંત્રી દ્વારા ખાતરી આપવામાં આવી છે.

(1:07 am IST)