Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

અમદાવાદનાં સેટેલાઇટમાં ધોળે દિવસે સોની વેપારીને બેભાન કરીનવે 56 લાખના સોનાચાંદીનાં દાગીનાં લૂંટ

ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે શખ્સોએ અજુગતું પ્રદાર્થ સૂંઘાડી દુકાનમાંથી 1400 ગ્રામના દાગીના લૂંટીને ફરાર

 

અમદાવાદ : અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારમાં ધોળે દિવસે ગ્રાહકનાં વેશમાં આવેલા બે શખ્સો વેપારીને બેભાન કરીને લાખોના સોનાચાંદીનાં દાગીનાં લૂંટી ફરાર થઇ ગયા છે  સેટેલાઇટ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરનાં અંતરે આવેલા રેવતી ટાવરમાં આવેલી આરએસ જ્વેલર્સ નામની દુકાનમાં બપોરનાં સમયે ગ્રાહકનાં સ્વાંગમાં આવેલા બે શખ્સોએ વેપારીને વીંટી અને ચેઇન બતાવવાનુ કહી વાતોમાં ભેળવી અજુગતુ પદાર્થ સુંઘાળી બેભાન કરી દુકાનમાં 1 કિલો 400 ગ્રામ વજનનાં અંદાજે 56 લાખની કિંમતનાં સોનાનાં દાગીનાં લૂંટી ફરાર થઇ ગયા હતા.

 

સેટેલાઇટ પોલીસ તેમજ એસીપી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યારે ઘટના બની તે સમયે હાજર ભૌમિક શાહે જણાવ્યું હતું કે બે શખ્સો આવ્યા ત્યારે હું દાગીના બતાવતો હતો તે સમયે અચાનક હું બેભાન થઈ ગયો હતો અને ત્યાર બાદ શું બન્યુ તે મને યાદ નથી.

  લૂંટની ઘટના બનતા પોલીસે દુકાનમાં સીસીટીવી તપાસ કરતા દુકાનના સીસીટીવી બંધ હોવાનુ ખુલ્યું હતું. મોટી રકમની લૂંટ થઇ હોવાથી એફએસએલ, ડોગ સ્કવોર્ડ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઇ છે. જોકે સીસીટીવી બંધ હોવાને કારણે પોલીસ આરોપીઓની ભાળ મેળવી શકી નથી. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

(12:23 am IST)