Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

જલારામ બાપાના ચિંધેલા રસ્તે ગુજરાત આગળ વધ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મત

અમદાવાદ,તા.૨૭ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ જિલ્લાના વીરપુર ખાતેની જલારામ બાપાની સુપ્રસિદ્ધ સદાવ્રત જગ્યામાં માનસ મર્મજ્ઞ મોરારી બાપુ ની રામકથાની પૂર્ણાહુતિ પ્રસંગે દર્શન અને આરતી કરી ધન્યતા અનુભવી હતી. રામકથામાં મોરારી બાપુના આશીર્વાદ લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભકતો સેવકોને દેશ અને ગુજરાતની માનવ અને જીવ માત્રના કલ્યાણની  સંસ્કૃતિની વાત કરતા જણાવ્યું હતું કે, જલારામબાપા, નરસિંહ મહેતા, સ્વામિનારાયણ ભગવાન સહિતના સંતોએ ચીંધેલા માનવ  કલ્યાણનાં માર્ગે ગુજરાત આગળ વધ્યું છે. ગુજરાત મહાત્મા ગાંધીનું છે, સરદાર સાહેબનું છે.

           મોરારીબાપુનું પણ છે તેમ જણાવીને ગુજરાત સંસ્કારી અને  કરુણા તેમજ કોઈ ભૂખ્યું ન રહે  તેવી માનવતાવાળુ છે અને રહેશે, તેનું આપણને ગૌરવ છે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામના પાઠવી અંતમાં કહ્યું કે મને આ કથામાં સહભાગી કરવા બદલ કથાના આયોજક પરિવારનો આભાર માની કથામાં આરતી દર્શન કર્યા અંગે ધન્યતાની લાગણી અનુભવી હતી. અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ રામ-કથા પ્રસંગે આરતીમાં મુખ્યમંત્રી સાથે તેમના ધર્મપત્ની અંજલી રૂપાણી પણ સહભાગી થયા હતા.

(9:34 pm IST)