Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

ફર્લો જમ્પ પર ભાગેલા આરોપીને પકડી પાડતી એલસીબી:

એલસીબીએ "પોલીસ કે હાથ લંબે હોતે હૈ" ફિલ્મી ડાયલોગને ફરીથી સિદ્ધ કરી બતાવ્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ મથકે હત્યાના કેસમાં સુરતની લાજપોર જેલમાં આજીવન કેદ ભોગવતો આરોપી ફરીદ ફર્લો જમ્પ પર છેલ્લા 7 વર્ષથી પોલીસથી ભાગતો ફરતો હતો. જેને વલસાડ એલસીબીએ વેરાવળથી પકડી પાડ્યો હતો.    

     વલસાડ જિલ્લા પોલીસ વડે રાજદિપ સિંહ ઝાલાની સૂચના અને એલસીબી પીઆઇ ડી. ટી. ગામિતના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ સી. એચ. પનારા, બી. એચ. રાઠોડ, એએસઆઇ સતિષ સયાજી, હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ કિશનસિંહ, કોન્સ્ટેબલ અતુલ હસમુખ, પ્રમોદ શાલિગ્રામે પોલીસને ચકમો આપી નાસતા ફરતા ફરીદ ઇસ્માઇલ મકરાણી રહે. ભંડારકચ્છ કપરાડાની તપાસ હાથ ધરી હતી. તે વેરાવળમાં મંદાકીની બોટમાં મચ્છીમારી કરતો હોવાની માહિતીના પગલે એલસીબીની ટીમે તેમને ત્યાં જઇ પકડી પાડ્યો હતો. આ સાથે એલસીબીએ પોલીસ કે હાથ લંબે હોતે હૈ ફિલ્મી ડાયલોગને ફરીથી સિદ્ધ કરી બતાવ્યો હતો.

(8:46 pm IST)