Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જીજ્ઞેશ મેવાણીએ સમર્થકો સાથે અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટૅશનનો ઘેરાવ કર્યો :દારૂના અડ્ડા બંધ કરાવવા માંગણી :મહિલાઓ અને સ્થાનિકો સહીત 300 લોકો પોલીસ મથકે ઘેરાવમાં જોડાયા

પોલીસ દારૂના અડ્ડા બંધ કરે પછી જ ઊઠીશું :આખીરાત પોલીસ સ્ટેશને બેસી રહીશું તેવી ચીમકી

અમદાવાદ ;દલિત નેતા અને વડગામના ધારાસભ્યં જીજ્ઞેશ મેવાણી અને તેના સમર્થકોએ અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશને ઘેરાવ કર્યો છે આ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરવા માંગણી સાથે જીજ્ઞેશ મેવાણી અને તેના સમર્થકો પોલીસ મથક બહાર ઘેરાવ કર્યો છે જીજ્ઞેશ મેવાણી સાથે મહિલાઓ અને સ્થાનિક લોકો પણ જોડાયા છે આ વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યાં હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે

  દરમિયાન ગોમતીપુર પોલીસ સ્ટેશને 300થી વધુ લોકોએ પોલીસને ઘેરાવ કર્યો છે ત્યારે પોલીસ દારૂના અડ્ડા બંધ કરાવે પછી જ અમે ઊઠીશું તેવી માંગ ઉઠી છે અને આખીરાત પોલીસ મથકે બસી રહીશું તેવી ચીમકી ઉચ્ચારાઈ છે

(11:46 pm IST)