Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કોંગ્રેસના નેતા દિનેશ કાછડિયા કરોડોની ખંડણી મંગાવાના મામલે પત્રકાર સહીત ચાર લોકોના જમીન મંજુર

વિધાનસભાની ચૂંટણી પહેલા કાછડિયાની બીભત્સ કલીપ વાયરલ થયેલ:કાછડિયાએ પત્રકાર સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ કરી હતી

 

સુરત :કોંગ્રેસના નેતા અને સુરત ઉત્તર વિધાનસભાના પરાજિત ઉમેદવાર દિનેશ કાછડિયાની બિભત્સ કલીપ વાયરલ થવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે ખંડણી માંગવાના આરોપસર પત્રકારની ધરપકડ કરી હતી ધરપકડ બાદ કોર્ટે પત્રકારના જામીન મંજૂર કર્યા હતાં

 

   અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણી સમયે કોંગ્રેસના નેતા દિનેશ કાછડિયાની એક બિભત્સ ક્લિપ વાયરલ થઇ હતી બાબતે એક પત્રકાર સહિત 4 લોકોએ દિનેશ કાછડિયા પાસેથી કરોડોની ખંડણી માગી હતી.
 
ઘટનાને પગલે દિનેશ કાછડિયાએ પત્રકાર સહિત 4 લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાંન્ચે પત્રકારની ધરપકડ કરી હતી.જેમાં આજે કરોડોની ખંડણી માંગનાર પત્રકારની જામીન અરજી કોર્ટે મંજુર રાખી હતી. દિનેશ કાછડિયા સુરતની ઉત્તર બેઠકના ઉમેદવાર હતા અને ચુંટણીમાં તેમની હાર થઇ હતી.

(10:10 pm IST)