Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મુખ્‍યમંત્રી બન્‍યા પછી વિજયભાઇ રૂપાણીનો પ્રથમ જાહેર કાર્યક્રમ : અમદાવાદ સાયન્‍સ સીટીમાં ૨૫ મી નેશનલ ચિલ્‍ડ્રન સાયન્‍સ કોંગ્રેસનો પ્રારંભ કરાવ્‍યો

અમદાવાદ : અમદાવાદના સાયન્‍સ સીટીમાં ૨૫ મી નેશનલ ચિલ્‍ડ્રન સાયન્‍સ કોંગ્રેસનો ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજ ૨૭ ડિસેં. ૨૦૧૭ બુધવારના રોજ પ્રારંભ કરાવ્‍યો હતો.

મુખ્‍યમંત્રી પદની જવાબદારી સંભાળ્‍યા બાદ પ્રથમ જાહેર કાર્યક્રમમાં બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્‍સાહન આપવા તેમણે ઉપરોકત અભિગમ અપનાવ્‍યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ટોપ-થ્રી નેશનમાં સ્‍થાન અપાવવાનો પાયો-બુનિયાદ આ સાયન્‍સ કોંગ્રેસે ગુજરાતથી નાખ્‍યો છે. આ બાળ વૈજ્ઞાનિકો જય જવાન -જય કિશાનના સમન્‍વયથી નવા ભારતનું શકિતશાળી સમર્થ રાષ્‍ટ્રનું નિર્માણ કરશે.

 

આ સાયન્‍સ કોંગ્રેસમાં ૩૦ રાજયોના તેમજ ૬ એશિયન દેશોના મળી ૯૦૦ બાળ વૈજ્ઞાનિકો ભાગ લઇ રહયા છે. આજ ૨૭ ડિસેં. થી શરૂ થયેલી તથા ૩૧ ડિસેં. સુધી ચાલનારી આ સાયન્‍સ કોંગ્રેસમાં અગાઉની માફક પર્યાવરણ, પોષણ, કિલન અપ ઇન્‍ડિયા, જળ સંશાધન, જૈવિક વિવિધતા, જમીન સંશાધનો, ઉર્જા  તેમજ કલાઇમેટ ચેન્‍જ જેવા વિષયોને લગતા સંશોધનો બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજુ કરાયા છે. તેવું PRO શ્રી જીતેન્‍દ્ર રાખી દ્વારા જાણવા મળે છે.

(9:38 pm IST)