Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ખેડૂતોની જાણ બહાર બોગસ સર્ટિફિકેટ બનાવી જમીન વેચી દેનાર ટોળકીના ત્રણ ઈસમોને પોલીસે બાતમીના આધારે દબોચ્યા

ગાંધીનગર:શહેર આસપાસ જમીનોના ભાવ આસમાને આંબી રહયા છે ત્યારે ખેડૂતની જાણ બહાર બનાવટી દસ્તાવેજોના આધારે જમીન વેચી દેવા ફરતી ટોળકીના ત્રણ સભ્યોને ઈન્ફોસીટી પોલીસે ઝડપી પાડયા છે. તેમને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના પોલીસ રીમાન્ડ ઉપર પણ મેળવવામાં આવ્યા છે. બનાવટી દસ્તાવેજો જમીન માલિકના ઘરે પહોંચતાં સમગ્ર પ્રકરણનો ભાંડો ફુટયો હતો. તપાસમાં હજુ વધુ આરોપીઓ પકડાવાની શકયતા સેવાઈ રહી છે.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે કુડાસણ ખાતે રહેતા પ્રકાશભાઈ ડી.પટેલે ઈન્ફોસીટી પોલીસમાં અરજી કરી હતી કે તેમની બહેનના નામનું કોઈએ ખોટુ ચૂંટણીકાર્ડ બનાવ્યું છે અને આ ચૂંટણી કાર્ડના આધારે અમારી કોઈ કિંમતી મિલકતનો સોદો થઈ જાય તેવી શક્યતા છે જેના આધારે ઈન્ફોસીટી પીઆઈ કે.કે.દેસાઈએ ઘટનાની ગંભીરતા જાણીને પીએસઆઈ આર.કે.ચૌહાણ અને સ્ટાફના માણસોને તપાસ કરવા માટે સુચના આપી હતી.

(5:55 pm IST)