Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મહિલાને રસ્તો પૂછવાના બહાને વડોદરાના બે ગઠિયા ચેનની ચીલઝડપ કરી ગૂમ

વડોદરા:શહેરના વારસિયા રિંગ રોડ પર એક વૃદ્ધાના ઘર પાસેથી બે બાઇક સવારો અછોડો તોડી નાસી છૂટ્યા હતા.
વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી પરાગરજ સોસાયટીમાં રહેતા અનસૂયાબેન પટેલ (ઉ.50) તેઓના ઘર પાસે જલારામ ફ્લોર મિલ ચલાવે છે. આજે સવારે યામાહા મોટરસાયકલ પર બે ઈસમો પાસેની સોસાયટીનું સરનામું પૂછવા માટે આવ્યા હતા.
બુકાનીધારી યુવકોએ વૃદ્ધા પાસે પાણી માંગ્યુ હતું. ઘરમાં જઈને પાણી લઈને આવેલી વૃદ્ધાના ગાળામાં પહેરેલો સોનાનો અછોડો તાફડાવી બાઈકસવારો પલાયન થઇ ગયા હતા. અછોડો તૂટતાની સાથે જ મહિલાએ બુમરાડ મચાવી હતી. જ્યારે સ્થાનિક રહીશો પણ ભેગા થઈ ગયા હતા.
સમગ્ર મામલે પોલીસને જાણ કરતા વારસિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર નાકાબંધી કરી અછોડતોડ ટોળકીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.

 

(5:53 pm IST)