Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

આણંદ: અમુલ ડેરીના સર્કલ નજીક દૂધના ટેન્કરે બસને ટક્કર મારતા મહિલા ઈજાગ્રસ્ત

આણંદ:અમૂલ ડેરી સામેના સર્કલ ઉપરથી દૂધ ભરેલ ટેન્કરે બસને ટક્કર મારતા મહિલાને ઈજા. તેમજ રોડ ઉપરના સર્કલને નુકશાન થવા પામ્યું હતું. જેને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ આજે સાંજના પોણા છ વાગ્યાના સુમારે અમૂલ ડેરી માં દૂધની હેર ફેર કરતા ટેન્કર નં. જીજે-૫ વી-૯૩૫૭ ના ચાલકે ગફલતભરી ટેન્કર હંકારી હતી. જેના કારણે ડેરીના પ્રવેશ દ્રાર સામેના સર્કલને હડફેટે લીધો હતો. બરાબર એજ સમયે આણંદથી ઉમેટા તરફ જતી એસ.ટી. બસ નં. જીજે-૧૮ -૭૧૫૦ ને ટક્કર મારી હતી. જેથી બસમાં બેઠેલ એક મહિલાને માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી. જેઓને સ્થળ ઉપર એમ્યુલન્સ વાનમાં સારવાર આપવામાં આવી હતી.

અંગે આણંદ એસ.ટી. બસના ચાલક જગદીશભાઈ નાનજીભાઈ વણકરે અમૂલ ડેરીના ટેન્કર ચાલક વિરુદ્ઘ ફરિયાદ નોંધાવતા આણેંદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:52 pm IST)