Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઉમરેઠ નજીક મેઘવા સીમના કુવા પાસે ડમ્પરની હડફેટે એકનું મોત: બે ઘાયલ

ઉમરેઠ:તાલુકાના પણસોરા મેઘવા સીમ રોડ ઉપર કૂવા પાસે ડમ્પર ટ્રકે બાઇક ચાલકને કચડી નાખતા એકનું મોત, જ્યારે બે ને ગંભીર ઇજાઓ થતાં સારવાર હેઠળ ખસેડાયા. આ અંગે ભાલેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

મળતી વિગતો મુજબ પણસોરા મેઘવા રોડ કૂવા પાસે રાત્રીનાં બાઇક નં. જીજે ૨૩ એન ૩૭૬૭ ઉપર આવતા ઇન્દ્રજીત અશ્વિનભાઇ રાઉલજી ઉં.વ. ૧૮ તથા તેમના બે મિત્રો વિજયભાઇ પ્રભાતસિંહ પરમાર અને દિલેશભાઇ રજનીકાંત વાઘેલા પોતાના ગામ મેઘવા તરફ આવતાં હતાં. તે દરમ્યાન પાછળથી ધસમસતા આવતા ડમ્પર ટ્રક નં. જીજે ૧૬ ડબલ્યુ ૧૪૦ ના ચાલકે તેઓની ઓવર ટ્રેક કરતા સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી નીચે ફસડાયેલા ઇન્દ્રજીત રાઉલજી (ઉં.વ. ૧૮) ને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જીને પલાયન થયેલા અજાણ્યા ચાલક વિરૂદ્ઘ પ્રભાતસિંહ પરમારે ફરિયાદ નોંધાવવા ભાલેજ પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:52 pm IST)