Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વસો-પીજ રોડ પર આવેલ કોલેજ પાસે કાર બાઈક સાથે ધડાકાભેર અથડાતા ચાલકનું કમકમાટી ભર્યું મોત

વસો:વસો-પીજ રોડ ઉપર ખેતીવાડી કોલેજ નજીક આજે સવારે મારૂતીકાર મોટકસાયકલ સાથે અથડાતાં ગંભીર રીતે ઘવાયેલ બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

 

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર વસો તાલુકાના દેવાવાંટામાં રહેતો હસમુખભાઈ ભગવાનસિંહ ગોહેલે પીજ ચોકડીએ આવેલ ફૂડ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. આજે સવારે મોટરસાયકલ નં. જીજે-૨૩-એજે-૩૬૭૪ લઈને હસમુખભાઇ નોકરી જઇ રહ્યા હતા. ત્યારે વસો-પીજ રોડ ઉપર ખેતીવાડી કોલેજ નજીક નડિયાદ તરફથી પૂરપાટ ઝડપે આવતી મારૂતી કાર નં. જીજે-૭-બીએન-૬૬૫૨ના ચાલકે રોંગ સાઈડે ઓવરટેક કરવા જતાં સામેથી આવતી મોટરસાયકલ સાથે અથડાઈ હતી. જેથી બાઈકચાલક રોડ ઉપર ફંગોળાઈ જતાં માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતાં હસમુખભાઈ ગોહેલ (ઉં.વ. ૩૫)નું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બનાવ અંગે બહાદુરસિંહ બળવંતસિંહ લકુમ (રે.દેવાવાંટા)ની ફરિયાદ આધારે વસો પોલીસે કારચાલક વિરુદ્ઘ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:51 pm IST)