Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

નડિયાદ-મહુધા રોડ નજીક જીપ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7ને ઇજા

નડિયાદ:નડિયાદ-મહુધા રોડ પર વીણા પાટીયા પાસે આજે સવારે જીપ અનેે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. સમગ્ર ઘટના અંગે બંને કાર ચાલકો વચ્ચે સમાધાન થઇ જતા નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે પણ કોઇ ફરિયાદ નોધાઇ નથી.

 

સુત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ ખેડા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં ચિતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ડાકોર-કપડવંજ રોડ પરે બે દિવસ પહેલા પીકઅપ ડાલુ પલ્ટી જવાની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી. ત્યાં આજે સવારે નડિયાદ-મહુધા રોડ પર જીપ અને કાર સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો છે. મધ્ય પ્રદેશ પાસીંગની બોંલેરો જીપ નં.એમપી.૧૩.બીએ.૬૦૭૦ મહુધા રોડ પર વીણા પાટીયા પાસેથી પસાર થઇ રહી હતી. તે સમયે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર નં.જીજે.૦૭.બીઆર.૪૩૪૭ બોલેરો જીપ સાથે ધડાકા ભેર અથડાઇ હતી. અકસ્માતને પગલે બોંલેરો જીપ રસ્તા પરથી પલ્ટી મારી બાજુના ૧૫ ફુટ ઉંડા ખાટામાં જઇ પટકાઇ હતી. સમગ્ર ઘટનામાં ૭ થી વધારે લોકોને ઇજાઓ થતા ૧૦૮ એમ્બયુલન્સ દ્વારા તમામ ઘાયલોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યા ંતમામને પ્રાથમીક સારવાર આપવામાં આવી હતી.
જોકે ગંભીર અકસ્માતની આ ઘટનામાં બંને પક્ષકારોને પોલીસ સ્ટેશન બહાર જ સમાધાન થઇજતા પોલીસ ચોપડે કોઇ વિગત નોધાઇ નથી તેમ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઓએ જણાવ્યું હતું.

(5:51 pm IST)