Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મહેસાણાના સિવિલ હોસ્પિટલમાં દાખલ યુવતીએ પ્રેમી સાથે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર

મહેસાણાઃ સિવિલ હોસ્પિટલમાંથી એક સગીરા ગુમ થયાની ઘટના સામે આવી છે. 16 વર્ષિય સગીરા હોસ્પિટલમાંથી ગુમ થઈ હોવાંની ઘટના સામે આવી છે. આ સગીરાએ 10 દિવસ પહેલા પ્રેમી સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેન નીચે પડતું મૂકી પ્રેમી સાથે તેને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે ત્યારે ઘાયલ થયેલી આ સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ સગીરા અને તેનાં પ્રેમીનાં પરિવારજનો વચ્ચે થોડાં સમય પહેલા પણ મારામારી થઈ હતી. હાલ તો આ સગીરા હોસ્પિટલમાંથી ગુમ થતાં તેનાં પરિવારજનોએ તેનું અપહરણ થયું હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

સગીરાનાં પરિવારજનોએ સગીરાનાં પ્રેમીનાં જ પરિવારજનો પર જ અપહરણ કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ મામલે સગીરાનો પરિવાર મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યાં તેઓએ પોલીસ સ્ટેશનમાં સગીરા ગુમ થઇ હોવાંની ફરિયાદ નોંધાવી હતી.

(5:51 pm IST)