Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

અસલાલી સર્કલ નજીક પોલીસે બાતમીના આધારે ટ્રકમાંથી 58 લાખના દારૂના જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી

અમદાવાદ:અારઅાર સેલ અને ગ્રામ્ય એલસીબી દ્વારા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં અાવ્યો છે. અાર.અાર. સેલે અસલાલી સર્કલ નજીક અાવેલા એક પાર્કિંગમાંથી રૂ. ૫૮ લાખના દારૂ ભરેલી ટ્રક સાથે પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. ક્લીનર નાસી છૂટવામાં સફળ રહ્યો છે. જ્યારે ગ્રામ્ય એલસીબીઅે બગોદરા હાઈવે પરથી કારમાં અમદાવાદમાં દારૂ લાવતા બે યુવકોને એક લાખના દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે. પોલીસે દારૂ અને વાહનો જપ્ત કરી ક્લીનર તથા દારૂ મોકલનાર શખસને શોધવાની કવાયત હાથ ધરી છે. પોલીસે ટ્રકની અંદર તપાસ કરતાં બટાલિયન  ‌‌વ્હિસ્કી માર્કાની ૧૮૦ એમએલની બોટલ ભરેલાં ૧૪૫૦ બોક્સ મળી અાવ્યાં હતાં. અંદાજિત ૫૮ લાખ રૂપિયાની કિંમતનો દારૂ ટ્રકમાંથી મળી અાવતાં પોલીસે ટ્રકડ્રાઈવર મોહંમદ ચાંદ સલીમ અબ્બાસી (રહે. મેરઠ, ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરી હતી. પોલીસની રેડ દરમિયાન ક્લીનર મુસરાન ઉર્ફે ઇમરાન પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો. ટ્રક ડ્રાઈવર મોહમંદ ચાંદની પૂછપરછ કરતાં યોગેશ નામની વ્યક્તિઅે અા દારૂનો જથ્થો મોકલ્યો હતો. ગ્રામ્ય એલસીબીના પીઅેસઅાઈ અાઈ.એમ. ઝાલાને બાતમી મળી હતી કે બગોદરા હાઈવે પરથી અમદાવાદ તરફ બે યુવકો અાઈ૨૦ ગાડીમાં દારૂનો જથ્થો લઈને અાવે છે જેના અાધારે પોલીસે બગોદરા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી અાઈ૨૦ કારમાંથી રૂ. એક લાખના દારૂના જથ્થા સાથે ગોપાલ પ્રજાપતિ અને વિપુલ વાળંદ (બંન રહે, અર્જુનનગર કામદાર સોસાયટી, નિર્ણયનગર)ને ઝડપી પાડ્યા હતા. ન્યૂ યર પાર્ટી પહેલાં ગ્રામ્ય પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં અાવ્યો છે.પોલીસ બાતમીના અાધારે અાવી ટ્રકોને ઝડપી પાડે છે. અેસ.પી. રીંગ રોડ પરથી અાવી ટ્રકો પસાર થતી હોય છે. જિલ્લા પોલીસ દ્વારા અવારનવાર મોટા પ્રમાણમાં દારૂના જથ્થાને ઝડપી પાડવામાં અાવ્યો છે ત્યારે અાટલું મોટું દારૂ ભરેલું કન્ટેનર ગુજરાતમાં કઈ રીતે પ્રવેશ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે.

(5:57 pm IST)