Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

અમદાવાદમાં ફઇના ઘરે રહી અભ્યાસ કરતી 16 વર્ષીય યુવતીએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

અમદાવાદ:શહેરને અડીને આવેલા ભાટ ગામે મંગળવારે એક વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ફોઇના ઘરે રહેતી વિદ્યાર્થીનીને ભણવા બાબતે ઠપકો મળતા લાગી આવતા તેણે અંતિમ પગલુ ભર્યુ હતું. વિદ્યાર્થીની ધોરણ-૧૨મા અભ્યાસ કરતી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી છે.

બનાવ ભાટ ગામમા આવેલ પીર હાઉસીંગ સોસાયટીમાં બન્યો હતો. અહિ રહેતી પાયલ મહેશભાઇ પંચાલ (ઉ.વ.૧૬)એ મંગળવારે ઘરે દુપટ્ટાવડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પાયલ સરદારનગર ખાતે ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે. આજે સ્કુલની રીક્ષા નહી આવવાથી તેણી ઘરે જ હતી. ઘટનાની જાણ થતા કોબા ઓપીના એએસઆઇ અમૃતભાઇ રાઠોડ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી.

પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીની તેના ફોઇના ઘરે રહેતી હતી. ગઇકાલે ફોઇએ ભણવા બાબતે તેને ઠપકો આપ્યો હતો. જેથી લાગી આવતા આજે પાયલે અંતિમ પગલુ ભર્યુ હતું. પાયલના પિતાનું થોડા વર્ષો અગાઉ અવસાન થયુ હતું. તે અને તેનો ભાઇ માતાથી અલગ ફોઇના ઘરે રહેતા હતા. બનાવ અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોત સંદર્ભે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

(5:50 pm IST)