Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ફી ચુકાદાનો કડક અમલ કરાવો : વધુ ફી પરત આપવા વાલી સમાજની માંગ

રાજકોટ વાલી સમાજ દ્વારા DEO ને આવેદન પત્ર પાઠવી રજૂઆત

રાજકોટ, તા. ર૭ :  ફી નિર્ધારણ સમિતિને બંધારણીય ગણીને ગુજરાત હાઇકોર્ટ ગુજરાત સરકારની તરફેણમાં ચુકાદો આવ્યો છે. અને ખાનગી શાળા સંચાલકોની માંગ ફગાવી છે. રાજકોટ વાલી સમાજના પ્રો. ડો. જયેશ વ્યાસ અને મોહનલાલ સોજીત્રાએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી માંગણી કરી છે કે ફી નિયમન કાયદો હાઇકોર્ટ દ્વારા વાલીઓની તરફેણ આવેલ ચુકાદાનું અમલ કરાવ્યાની માંગ કરી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા વાલી-તરફેણમાં ફી નિર્ધારણ કમિટીના ત્રણ સ્લેબ મુજબ જ રૂ. ૧પ૦૦૦, રપ૦૦૦ અને ર૭૦૦૦ સિવાય વર્ષ દરમિયાન ઉઘરાવેલી ફી રીફંડ તાત્કાલીક અપાવવા કડક અમલ કરવા જણાવ્યું છે. વાલી સમાજે રજૂઆતમાં જણાવેલ કે ચુકાદા અંગે અપીલ કરવામાં આવે તો ભવિષ્યમાં સ્લેબ પ્રમાણે ફી ઉઘરાવવાની રહે તે અમલ કરાવવા રજૂઆત કરી હતી.

(3:57 pm IST)