Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

નવા મંત્રીઓને ઓફીસ ફાળવણી રાજય મંત્રીઓ સ્વર્ણિમ ર માં

ગાંધીનગર તા. ર૭ આજે સામાન્ય વહીવટ વિભાગે મંત્રી મંડળના સભ્યોને ઓફીસ ફાળવણી કરી છે.

મુખ્યમંત્રીનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ સંકુલ-૧ માં ૩ અને ૪ માળે છે. નાયબ મુખ્યમંત્રી બીજા માળે બેસશે. કેબીનેટ મંત્રીઓને બીજા અને પહેલા માળે ઓફીસ ફાળવાયેલ છે. રાજય કક્ષાના તમામ મંત્રીઓને બાજુના સ્વર્ણિમ સંકુલ-ર માં ૧ થી ૪ માળ પર ઓફીસ આપવામાં આવી છે. ખાતા ફાળવણી પછી મંત્રીઓ નવી કામગીરીનો આરંભ કરશે.

(3:56 pm IST)