Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

'ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ' ગુજરાતી ફિલ્મ ૧૯મી જાન્યુઆરીના રીલીઝ

અમદાવાદ તા.૨૭ : ગુજ્જુભાઈ ધી ગ્રેટની સફળતા બાદ, જયંતીલાલ ગડા (પેન) સાથે મળીને સિદ્ઘાર્થ રાંદેરિયા પિકચર્સ લાવી રહ્યું છે  સૌપ્રથમ ગુજરાતી ફ્રેન્ચાઇઝ ફિલ્મ - 'ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ'. જે તા.૧૯ જાન્યુઆરીના રોજ રીલીઝ થશે.

વર્ષ  ૨૦૧૫ માં ગુજ્જુભાઈ સમગ્ર ગુજરાત અને મુંબઇના તમામ થિયેટર્સમાં છવાઈ ગયું હતું. ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મએ જયારથી તમામ બોકસ-ઓફિસ રેકોર્ડ્સ તોડી નાંખ્યા ત્યારથી પ્રેક્ષકો ગુજ્જુભાઈની આગામી  ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. પ્રેક્ષકોની આતુરતાનો હવે અંત આવશે  કારણ કે  ગુજરાતી રંગભૂમિના પીઢ અને લોકપ્રિય ગુજરાતી સુપરસ્ટાર સિદ્ઘાર્થ રાંદેરિયા -  ઉર્ફે ગુજ્જુભાઇ 'ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ' સાથે ગુજ્જુભાઈ ફ્રેન્ચાઈઝીને એક સ્તર ઉપર લઇ જવા માટે તૈયાર છે. 'ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ' પહેલા ભાગ કરતા પણ વધારે હાસ્યથી ભરપૂર, વધારે ઉત્તેજના અને સાહસથી ડબલ ધમાકેદાર હશે. તેમ જણાવેલ છે.

(4:53 pm IST)