Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ હિંમતનગરમાં રોડ શો કર્યો :ભાજપની ફરી સરકાર બનવાનો દાવો

નડ્ડાએ કહ્યું કે, અહીં વડાપ્રધાન મોદી માટે વિશ્વાસ અને બિનશરતી પ્રેમ છે

અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સાબરકાંઠાના હિંમતનગરમાં રોડ-શો કર્યો. ગુજરાતમાં આવતા મહિનાની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોના ટોચના નેતાઓ અહીં પહોંચી ગયા છે. આજે 26 નવેમ્બરે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યના હિંમતનગરમાં એક મોટો રોડ-શો કર્યો હતો. નડ્ડાએ ગુજરાતમાં સત્તાધારી પક્ષ ફરી સત્તા પર આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 નડ્ડાએ કહ્યું કે, અહીં વડાપ્રધાન મોદી માટે વિશ્વાસ અને બિનશરતી પ્રેમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વિવિધ વિકાસ યોજનાઓ અમલમાં મૂકી છે. અહીંના લોકો ભાજપને સમર્થન આપવા ઉત્સુક છે. આ ચૂંટણી એકતરફી જણાઈ રહી છે. પરિણામ ભાજપની તરફેણમાં આવશે.

જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, હિંમતનગરમાં આજના રોડ શોમાં મળેલ પ્રચંડ જનસમર્થન જોઈને મને સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપને ફરી એકવાર જનતાનું ઐતિહાસિક સમર્થન મળવાનું છે. આ છેલ્લા બે દાયકામાં રાજ્યના સર્વાંગી વિકાસ અને સિદ્ધિઓનું પ્રતિબિંબ છે.

(1:03 am IST)