Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કોરોના હોસ્પિટલમાં ફાયરનો જવાન તહેનાત કરવા નિર્ણય

રાંડ્યા પછીનું ડહાપણ, રાજકોટ આગ બાદ તંત્ર જાગ્યું : ગાંધીનગરમાં મળેલી બેઠકમાં આઈસીયુ વોર્ડની બહાર ફાયર બ્રિગેડના માણસો હાજર રાખવા સુચના અપાઈ

રાજકોટ, તા. ૨૭ : રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં રાત્રે આગ લાગ લાગી હતી. હોસ્પિટલમાં લાગેલ આગના બનાવમાં અત્યાર સુધીમાં જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. જેમા ૩૩ દર્દીઓ સાવરવાર લઇ રહ્યા હતા. વચ્ચે રાજ્યમાં ચર્ચાએ જોર પકડ્યુ છે કે, માત્ર કોવિડ હોસ્પિટલોમાં આગ શામાટે લાગે છે ત્યારે લોકો એવા પણ સવાલો કરી રહ્યા છે કે, શું તંત્ર દ્વારા જે હોસ્પિટલોને કોવિડમાં ફેરવવામા આવી રહી છે. તેમા તેઓ ફાયર સેફ્ટી વિશે જાણકારી મેળવે છે કે નહી. આવામાં ગાંધીનગરમાં મળેલી એક બેઠકમાં તકેદારીના ભાગ સ્વરૂપે એક નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટમાં લાગેલી આગ બાદ ગાંધીનગર સિવિલમાં પણ સાવચેતીના પગલારૂપે બેઠક યોજાઇ હતી જેમા ફાયર વિભાગ અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નિર્ણય લેવામા આવ્યો છે કે, સિવિલ કોવિડ હોસ્પિટલમાં ફાયરના જવાનો તૈનાત રાખવામાં આવશે. રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં સતત આગની ઘટનાઓ થતા ફાયર ડિપાર્ટમેન્ટના માણસો આઈસીયુ બહાર હાજર રાખવા સુચના આપી દેવામા આવી છે. ટીમમાં એક ઈલેક્ટ્રીશીયન પણ હાજર રખાશે. સિવિલ સાથે એસએમવીએસ અને આશ્કા હોસ્પિટલને પણ સુચના અપાઈ છે. બે ફાયરમેન રાઉન્ડ ક્લોક બે ફાયરના જવાનો કોવિડ અને આઈસીયુ બહાર ઓપરેટ કરી શકાય તેના માટે સુચના આપવમાં આવી છે.

અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગને કારણે કોરોનાનાં દર્દીઓનાં મોત થયા હતા. ૨૫ ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ આઈસીયુ વિભાગમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. આઈસીયુ વિભાગમાં દર્દી સારવાર લઈ રહ્યા હતા. ગત સપ્ટેમ્બર મહિનાની તારીખે વડોદરાની સયાજી હોસ્પિટલના આઈસીયુ- વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. તે બાદ છોટાઉદેપુરના બોડેલી ખાતે આવેલી કોવિડ ૧૯ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી હતી.

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખૂબ આઘાતજનક ઘટના છે અને કંઇ પહેલી નથી. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો કે જે પણ આના માટે જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ.

(9:14 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 93 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42 054 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93, 08,751 થયો :એક્ટીવ કેસ 4, 54,323 થયા: વધુ 38,580 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,16,556 રિકવર થયા :વધુ 473 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35, 734 થયો access_time 12:14 am IST

  • પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓ પહેલા મમતા બેનરજીની મહત્વની ઘોષણાં : રાજ્યના તમામ 10 કરોડ નાગરિકોને રૂપિયા 5 લાખ સુધીની કેશલેશ સુવિધા અપાશે : ભાજપના ' વિકાસ ' પ્રચાર સામે મમતાનું ' વિકાસ કાર્ડ ' access_time 1:15 pm IST

  • સરકાર આખરે ઝુકી : દિલ્હીમાં ખેડૂતોને દેખાવો કરવા મંજૂરીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે access_time 3:53 pm IST