Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ગાંધીનગરમાં શિયાળાની શરૂઆતમાં ગઠિયા સક્રિય: ચ-માર્ગ નજીક કારચાલક યુવાનને ઉભો રાખી બે ગઠિયા સોનાનો ચેઇન તફડાવી છૂમંતર....

ગાંધીનગર: શહેરમાં ચેઈન સ્નેચીંગની ઘટનાઓ છેલ્લા થોડા સમયથી અટકી ગઈ હતી પરંતુ હવે ચેઈન સ્નેચરો સક્રિય થયા હોય તેમ લાગી રહયું છે. કારમાં પસાર થતાં શખ્સો પણ હવે ચેઈન સ્નેચરોના ભોગ બની રહયા છે. આવી એક ઘટના ગઈકાલે બપોરે શહેરના -માર્ગ ઉપર બનવા પામી હતી. જેમાં શહેરના સે-રર -ટાઈપ વસાહતમાં ૬૬/૭માં રહેતા અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા વિવેક જયપ્રકાશ મહેતા તેમની કાર નં.જીજે-૧૮-એએચ-૨૧૧૨ લઈને સે-૧૧માંથી ઘરે જઈ રહયા હતા તે દરમ્યાન -રોડ ઉપર જિલ્લા પંચાયત પાસે તેની કાર પસાર થઈ રહી હતી તે દરમ્યાન બાઈક ઉપર આવેલા બે શખ્સોએ ગાડી ઉભી રાખવા ઈશારો કરતાં તેમણે ઉભી રાખી હતી અને જે પૈકી બાઈક સવાર એક શખ્સોે ડ્રાઈવર સાઈડનો કાચ ખખડાવતાં તેમણે કાચ ખોલ્યો હતો અને કાંઈ વાતચીત કરે તે પહેલા એક વ્યક્તિએ વિવેકની ફેંટ પકડી લીધી હતી અને અન્ય શખ્સે તેણે ગળામાં પહેરેલો સોનાનો દોરો તોડી લીધો હતો. બુમાબુમ થતાં એક શખ્સે કારની ચાવી પણ કાઢીને ફેંકી દીધી હતી. જેથી વિવેકે ઉતાવળમાં બાઈકનો નંબર જોતાં છેલ્લે ૪૨૫૭ લખેલું જોવા મળ્યું હતું. જેથી અંગે સે-ર૧ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

(6:14 pm IST)
  • અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ :કોરોનાનું સંક્રમણ વધ્યું, ગોતા,બોડકદેવ અને થલતેજ બન્યા હોટસ્પોટ ઝોન: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ 24 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા access_time 11:51 pm IST

  • અર્ણવ ગોસ્વામીને મોટી રાહત આપતો સુપ્રિમ કોર્ટનો હુકમ : રીપબ્લીક ટીવીના પત્રકાર અર્ણવ ગોસ્વામીને આપવામાં આવેલા વચગાળાના જામીન જયાં સુધી મુંબઈ હાઈકોર્ટ ૨૦૧૮ના આત્મહત્યા માટે ફરજ પાડવાના કેસનો નિકાલ કરે નહિં ત્યાં સુધી ચાલુ રહેશે તેવો આદેશ સુપ્રિમ કોર્ટે આપ્યો છે access_time 12:51 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST