Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

વડોદરામાં આંતર રાજય બોગસ ડીગ્રી કૌભાંડ ઝડપાયુ : રૂપિયા આપીને જુદી - જુદી ૧ર જેટલી યુનિવર્સિટીની ડીગ્રીઓ આપતાઃ વડોદરાના-ર, ભરૂચના ૧ શખ્સની ધરપકડ

વડોદરાઃ વડોદરા શહેરમાંથી આંતર રાજ્ય બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. અહીં દેશ અને રાજ્યની અલગ અલગ મળી કુલ 12 યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રી આપવામાં આવતી હતી. તો ધોરણ 10 અને 12ની બોગસ માર્કશીટ પણ બનાવી આપવામાં આવતી હતી. મુદ્દે વડોદરા પોલીસે વડોદરાના બે અને ભરૂચના એક આમ કુલ ત્રણ આરોપીની ધરપડક કરી છે

ઝડપાયેલા ત્રણ આરોપીમાંથી એક આરોપીની ગોત્રી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી દિલીપ મોહિતેની પૂછપરછમાં સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો છે. પી સી બી પોલીસે ફતેગંજના બ્લ્યૂ ડાયમંડ કોમ્પલેક્સ અને ભરૂચના જય કોમ્પલેક્ષ માં આવેલી દુકાનોમાં રેડ કરી હતી. પોલીસે કમ્પ્યૂટર સહિત 500 બોગસ ડિગ્રી સર્ટિફિકેટ જપ્ત કર્યા છે

આરોપીઓ પૈસા લઈને જે યુનિવર્સિટીની ડિગ્રી જોઈએ તે બનાવી આપતા હતા. સાથે ધોરણ 10 અને 12ની પણ નકલી માર્કશીટ બનાવી આપતા હતા. આરોપીઓ જુદી-જુદી 12 જેટલી યુનિવર્સિટીની ડિગ્રી આપતા હતા. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

(5:40 pm IST)