Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

'આપણી અંદર પ્રેમ, કરૂણા અને માંગલ્યની ભાવના ચેતનવંતી બની રહે..'

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીને લાગણીસભર પત્ર

રાજકોટ તા. ૨૭ : ગુજરાતના પ્રજા-વત્સલ, સતત કર્મશીલ, સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને મેઘાણી@125ના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીને દિવાળી તથા નૂતન વર્ષની ભાવભરી શુભેચ્છાઓ પાઠવી છે. ગુજરાતના યશસ્વી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પિનાકી મેઘાણીને લાગણીસભર પત્ર લખ્યો છે : 'પ્રકાશનું પર્વ દિવાળી અંધકારને દૂર કરી ઉજાસ પાથરવાની પ્રેરણા આપે છે. જીવનમાં અજ્ઞાનરૂપી તમસ દૂર થાય અને જ્ઞાનરૂપી આંતરિક પ્રકાશ ઝળહળી ઊઠે એ જ આ પાવન પર્વનો હાર્દ છે. આપણી અતિ પ્રાચીન અને દિવ્ય સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારોનો મર્મ છુપાયેલો છે. દિપાવલીના તહેવારમાં આપણાં ભવ્ય વારસાની ઝાંખી થાય છે. આપણી અંદર પ્રેમ, કરૂણા અને માંગલ્યની ભાવના ચેતનવંતી બની રહે એવી કામના સાથે દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું.'

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯

(3:40 pm IST)
  • ચેન્નાઈમાં આવકવેરાનું મેગા ઓપરેશન ચાલુ: આ લખાય છે ત્યારે તામિલનાડુના ચેન્નાઈમાં જબરજસ્ત મોટું આવકવેરાનું ઓપરેશન શરૂ થઈ ગયું છે વિગતો મેળવાઇ રહી છે.. "ન્યૂઝફર્સ્ટ" access_time 10:49 am IST

  • મહેબુબા મુફતી ફરી નજર કેદમાં : પુત્રી ઈલ્તીજાની જાહેરાત : કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને આજે સવારે ફરીથી તેમના નિવાસસ્થાને નજર કેદ કરવામાં આવ્યા છે : મહેબુબા મુફતીની પુત્રી ઈલ્તીજાએ આ વાતની જાહેરાત કરી હતી : તેણે કહેલ કે શું આપણે આને લોકશાહી કહેશુ જયાં લોકોને વાણી સ્વતંત્રતા કે વિચારો વ્યકત કરવાનો પણ કોઈ અધિકાર નથી : જો કે સત્તાવાર હજુ સુધી આવી કોઈ જાહેરાત થઈ નથી access_time 1:08 pm IST

  • શ્રીનગર પાસે સુરક્ષા દળો ઉપર આતંકવાદીઓનો હુમલો: જમ્મુ-કાશ્મીર: શ્રીનગર પાસેના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે access_time 10:49 am IST