Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કામરેજના દિગસ ગામની સીમમાંથી અજાણ્યા શખ્શનું માથું અને ધડ મળ્યા: ફાંસો આપી ગળું કાપી હત્યા કરાયાનું ખુલ્યું

હત્યા બાદ તમામ પુરાવાનો નાશ કરવા માથું તથા ધડને બાળવાની કોશિશ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના દિગસ ગામની સીમમાંથી 24 નવેમ્બરે અજાણ્યા શખ્શનું માથું અને ધડ અલગ અલગ જગ્યાએથી મળી આવતા પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. જેમાં મૃતકની ગળેફાંસો આપ્યા બાદ ગળું કાપી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. શખ્શની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

 . હત્યા બાદ તમામ પુરાવાનો નાશ કરવા માથું તથા ધડને બાળવાની કોશિશ કરવામાં આવી હતી. આથી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી અનુસાર 24 નવેમ્બરના રોજ કામરેજ તાલુકાનાં દિગસ ગામની સીમમાં વીર રેસીડન્સીની સામેથી પસાર થતી નહેરમાંથી અજાણ્યા યુવાનનું માથું મળી આવ્યું હતું. જ્યારે દિગસથી માછી જતાં રોડ ઉપર આવેલા એક ખેતર પાસેની નીકમાંથી ધડ મળી આવ્યું હતું. અજાણ્યા યુવાનની ધડ અને માથું કામરેજ પોલીસે કબ્જે કરી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પી.એમ કરાવા મોકલવામાં આવ્યુ હતું. જેમાં આ અજાણ્યા યુવાનનું ગળું કપાવાથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

 

અજાણ્યા યુવાનના ગળાના ભાગેથી અર્ધ બળેલા પ્લાસ્ટિકનો ટુકડો મળી આવ્યો હતો. આશરે 35 થી 40 વર્ષના જણાતા અજાણ્યા યુવાનને કોઈ શખ્સે ગળાના ભાગે પ્લાસ્ટિકથી ગળેફાંસો આપી હત્યા કરી, કોઈ તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપવામાં આવ્યુ હોવાનું પોલીસે જણાવ્યું હતું. અજાણ્યા યુવાનના બંને હાથ અને પગમાં કોઈ બોથડ હથિયારથી ઇજા કરી કાપી નાંખ્યા હતા. આરોપીએ હત્યા કરી હોવાના પુરાવાનો નાશ કરવા માટે હાથ, પગ, માથું અને ધડ અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.

આ ઘટનામાં મૃતક યુવાનના હાથ પગ મળી આવ્યા નથી. કોઈ અજાણ્યા શખ્સે અજાણ્યા યુવાનને ગળેફાંસો આપી ગળું કાપી હત્યા કરી હોવાનું બહાર આવતા કામરેજ પોલીસે ગુરુવારના રોજ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે મૃતકની ઓળખ માટે તેના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.

(1:28 pm IST)
  • મહેબુબા મુફતી ફરી નજર કેદમાં : પુત્રી ઈલ્તીજાની જાહેરાત : કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને આજે સવારે ફરીથી તેમના નિવાસસ્થાને નજર કેદ કરવામાં આવ્યા છે : મહેબુબા મુફતીની પુત્રી ઈલ્તીજાએ આ વાતની જાહેરાત કરી હતી : તેણે કહેલ કે શું આપણે આને લોકશાહી કહેશુ જયાં લોકોને વાણી સ્વતંત્રતા કે વિચારો વ્યકત કરવાનો પણ કોઈ અધિકાર નથી : જો કે સત્તાવાર હજુ સુધી આવી કોઈ જાહેરાત થઈ નથી access_time 1:08 pm IST

  • શ્રીનગર પાસે સુરક્ષા દળો ઉપર આતંકવાદીઓનો હુમલો: જમ્મુ-કાશ્મીર: શ્રીનગર પાસેના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે access_time 10:49 am IST

  • તેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST